IPL 2018: કોલકત્તાએ 71 રને દિલ્હી પર મેળવી શાનદાર જીત

ઇન્ડિયાન પ્રીમિયર લીગના 11મી સિઝનમાં આજે ફાઇનલ જેવો મુકાબલો થવા જઇ રહ્યો છે. ઇડન ગાર્ડનમાં આજે ભારત-પાકિસ્તાન જેવી જંગ થશે.

News18 Gujarati
Updated: April 16, 2018, 11:36 PM IST
IPL 2018: કોલકત્તાએ 71 રને દિલ્હી પર મેળવી શાનદાર જીત
ઇન્ડિયાન પ્રીમિયર લીગના 11મી સિઝનમાં આજે ફાઇનલ જેવો મુકાબલો થવા જઇ રહ્યો છે. ઇડન ગાર્ડનમાં આજે ભારત-પાકિસ્તાન જેવી જંગ થશે.
News18 Gujarati
Updated: April 16, 2018, 11:36 PM IST
ઇન્ડિયન પ્રીમિયર લીગની 11 મી સિઝનમાં 13મી મેચમાં કોલકત્તાએ વિજય મેળવ્યો હતો. કોલકત્તાએ દિલ્હી સામે 71 રને શાનદાર જીત  નોંધાવી છે.  પહેલી ઇનિંગ્સમાં કોલકત્તાએ 200 રનનો મસમોટો ટાર્ગેટ આપી દેતા ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીના બેટ્સમોનો મેદાને ઉતર્યા હતા. જોકે, 14.2 ઓવરમાં જ દિલ્હીની ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી. જેના પગલે કોલકત્તાએ 71 રને શાનદાર જીત નોંધાવી હતી.

દિલ્હીની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ પહેલા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.   બેટિંગ કરવા ઉતરેલા કોલકત્તાના બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરી હતી. જેના પગેલ 20 ઓવરના અંતે 200 રનનો પહાડી સ્કોર ખડો કરી દીધો હતો. આમ દિલ્હી માટે ધરખમ 201 રનનો  ટાર્ગેટ મળ્યો હતો.

આંકડાઓની વાત કરીએ તો કોલકત્તા નાઇટ રાઇડર્સ દિલ્હી ડેરયડેવિલ્સ પર હાવી છે. આ બંને ટીમો વચ્ચે થયેલા એક મુકાબલામાં 12 કેકેઆરએ અને 7 દિલ્હીએ જીત્યા હતા. કેકેઆરે ગત સાતમાંથી છ મુકાબલામાં દિલ્હીને હરાવ્યું છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ કોણે કેટલા લીધા રન?

ક્રિશ લેનઃ 29 બોલમાં 31 રન
સુનિલ નરેનઃ 4 બોલમાં 1 રન
રોબિન ઉથપ્પાઃ 19 બોલમાં 35 રન
દિનેશ કાર્તિકઃ 10 બોલમાં 19 રન
નિતિશ રાણાઃ 35 બોલમાં 59 રન
આંદ્રે રસેલઃ 12 બોલમાં 41 રન
શુભમન ગિલઃ 5 બોલમાં 6 રન
ટોમ કર્રાનઃ 3 બોલમાં 2 રન
પિયુષ ચાવલાઃ 3 બોલમાં 0 રન
શિવમ માવી ખાતુ ખોલાયા વગર અણનમ

દિલ્હી ડેરડેવિલ્સઃ કોણે કેટલી લીધી વિકેટ?

ટ્રેન્ટ બોલ્ટઃ 29 રન આપી 2 વિકેટ
ક્રિશ મોરિશઃ 41 રન આપી 2 વિકેટ
શાહ્બાઝ નદીમઃ 43 રન આપી 1 વિકેટ
રાહુલ તેવતિયાઃ 18 રન આપી 3 વિકેટ
મોહમ્મદ શમીઃ 53 રન આપી 1 વિકેટ
વિજય શંકરઃ 12 રન 0 વિકેટ

દિલ્હી ડેરડેવિલ્સઃ કોણે બનાવ્યા કેટલા રન?

ગૌતમ ગંભીરઃ 7 બોલમાં 8 રન
જોશન રોયઃ 3 બોલમાં 1 રન
શ્રેયસ ઐયરઃ 3 બોલમાં 4 રન
રુસભ પંતઃ 25 બોલમાં 43 રન
ગ્લેન મેક્સવેલઃ 22 બોલમાં 47 રન
રાહુલ તેવાતિયાઃ 2 બોલમાં 1 રન
વિજય શંકરઃ 4 બોલમાં 2 રન
ક્રિશ મોરિશઃ 3 બોલમાં 2 રન
મોહમ્મદ શમીઃ 6 બોલમાં 7 રન
શાહબાઝ નદીમઃ 8 બોલમાં 6 રન બનાવી અણનમ
ટ્રેન્ટ બોલ્ટઃ 2 બોલમાં 0 રન

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ કોણે કેટલી લીધી વિકેટ?

પિયુષ ચાવલાઃ 16 રન આપી 1 વિકેટ
આંદ્રે રસેલઃ 25 રન આપી 1 વિકેટ
શિવમ માવીઃ 14 રન આપી 1 વિકેટ
સુનિલ નરેનઃ 18 રન આપી 3 વિકેટ
ટોમ કરનઃ 21 રન આપી 1 વિકેટ
કુલદીપ યાદવ 32 રન આપી 3 વિકેટ

કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ

ક્રિશ લેન, સુનિલ નરેન, રોબિન ઉથપ્પા, નિતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટ કિપર), આન્દ્રે રસેલ, શુભમ ગિલ, શિવમ માવી, ટોમ કોર્રન, પિયુષ ચાવલો, કુલદિપ યાદવ

દિલ્હી ડેરડેવિલ્સની ટીમ

જોશન રોય, ગૌતમ ગંભીર (કેપ્ટન), રિષભ પંત (વિકેટ કિપર), ગ્લેન મેક્સવેલ, શ્રેયસ યૈયર, વિજય શંકર, ક્રિશ મોરિશ, રાહુલ તેવાટિયા, શાહબાઝ નદીમ, મોહમ્મદ શામી, ટ્રેન્ટ બોલ્ટ

સાત રન બનાવાની સાથે જ દિનેશ કાર્તિકના પુરા થશે IPLમાં 3000 રન
ઇડન ગાર્ડન્સની વાત કરીએ તો કેકેઆરે છ અને દિલ્હીએ માત્ર એક મેચ જીતી છે. ઇડન ગાર્ડનમાં દિલ્હી વર્ષ 2012થી જીતી જ નથી. આતા વાત રહી ટીમોની પરંતુ આ મેચમાં કોલકત્તાના નવા કેપ્ટન દિનેશ કાર્તિક ઉંચા સ્થાને પહોંચી શકે છે. દિનેશ કાર્તિક જો દિલ્હી વિરૂદ્ધ 7 રન બનાવી લે છે તો આઈપીેલમાં તેમના માટે 3 હજાર રન પુરા થઇ જશે. આટલા રન બનાવનારા તેઓ 12માં ખેલાડી હશે.

એક વિકેટ લેવાની સાથે જ સુનિલ નરેનની IPLમાં પુરી થશે 100 વિકેટ
કોલકત્તાના સ્પિનર સુનિલ નરેન પણ વિકેટોની શદીથી માત્ર એક જ ડગલું દૂર છે. દિલ્હીની સામે એક વિકેટ લેવાની સાથે જ આઇપીએલમાં 100 વિકેટો પુરી કરશે. અને મલિકા, બ્રાવો પછી તેઓ વિકેટોની શદી લગાવનારા ત્રીજા વિદેશી બોલર બનશે.
First published: April 16, 2018
વધુ વાંચો
अगली ख़बर