KKRના ખેલાડી ચાલ્યા બોલીવૂડ, જુઓ કેવી રીતે શાહરૂખના ડાયલોગ પર કરી એક્ટિંગ

News18 Gujarati
Updated: May 17, 2018, 6:27 PM IST
KKRના ખેલાડી ચાલ્યા બોલીવૂડ, જુઓ કેવી રીતે શાહરૂખના ડાયલોગ પર કરી એક્ટિંગ

  • Share this:
ક્યારેય તમે વિચાર્યું છે કે જો બોલીવૂડના સ્ટાર્સ ક્રિકેટ અને ક્રિકેટર એક્ટિંગમાં હાથ અજમાવવા લાગે તો શું થશે! પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે એડીચોટીનો જોર લગાવી રહેલ કોલકાતા નાઈટ રાઈડર્સના કેટલાક ખેલાડીઓ બોલીવૂડના રંગમાં રંગાયેલા નજરે પડ્યા.

જી હા, ક્રિસ લિન, દિનેશ કાર્તિક, કૂલદીપ યાદવ, રોબિન ઉથપ્પા, સુનિલ નારન સહિત કેટલાક ખેલાડીઓ કેકેઆર ફ્રેન્ચાઈઝીના સહ-માલિક અને બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મના ડાયલોગ બોલતા નજરે પડ્યા. ક્રિકેટર્સના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

કેકેઆર ટીમના ઓપનર ક્રિસ લિને રઈસ ફિલ્મનો ડાયલોગ બોલ્યો તો સુનીલ નારન ચર્ચિત ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસના ડાયલોગમાં ફસાયેલ નજરે પડ્યો હતો, જ્યારે ટીમના સૌથી સફળ સ્પિનર પીયૂષ ચાવલાએ રઈસ ફિલ્મના ડાયલોગને એક વખતમાં જ પૂરો કરી નાંખ્યો હતો. જ્યારે કેપ્ટન દિનેશ કાર્તિકે કિંગખાનની ફિલ્મનો આખો ડાયલોગ જ પોતાના હિસાબથી બદલી નાંખ્યો હતો. જ્યારે ટીમના યુવા ખેલાડી શાહરૂખની ફેમસ એક્શન કરતાં નજરે પડ્યા હતા.


આ વીડિયોને રેડ ચીલિજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આમાં લખ્યું છે, તમે ક્રિકેટર્સને મેદાન પર ધમાલ કરતાં જોયા છે હવે સ્ક્રિન પર જુઓ. વીડિયોમાં કિંગખાનની અલગ-અલગ ફિલ્મોના કેટલાક દ્રશ્ય અને કેટલાક ફેમસ ડાયલોગ્સ નાંખવામાં આવ્યા છે.
આ વીડિયો આવ્યા બાદ કિંગખાને કહ્યું કે, હું મારી ટીમને ખુબ જ પ્રેમ કરૂ છું તો ડિલ તે છે કે, તમે એક્ટિંગ મારા માટે છોડી દો અને તમે ક્રિકેટ રમો.
First published: May 17, 2018, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading