Home /News /sport /શાહરુખના ‘ઘર’માં પ્રીતિ ઝિંટાની ટીમ સાથે થઇ ‘ચિટિંગ’

શાહરુખના ‘ઘર’માં પ્રીતિ ઝિંટાની ટીમ સાથે થઇ ‘ચિટિંગ’

ક્રિકેટના મેદાન ઉપર અનેકવાર ખેલાડીઓ અંપાયર સાતે લડી જતા હોય છે. કંઇક આવું જ દ્રશ્ય આઇપીએલ સિઝન 11ની 18મી મેચમાં જોવા મળ્યું હતું.

ક્રિકેટના મેદાન ઉપર અનેકવાર ખેલાડીઓ અંપાયર સાતે લડી જતા હોય છે. કંઇક આવું જ દ્રશ્ય આઇપીએલ સિઝન 11ની 18મી મેચમાં જોવા મળ્યું હતું.

અનૂપ દેવ સિંહ

ક્રિકેટના મેદાન ઉપર અનેકવાર ખેલાડીઓ અંપાયર સાતે લડી જતા હોય છે. કંઇક આવું જ દ્રશ્ય આઇપીએલ સિઝન 11ની 18મી મેચમાં જોવા મળ્યું હતું. ઇડન ગાર્ડન્સમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં અંપાયરના નિર્ણય પછી કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીઓ ભડક્યા હતા. અંપાયરથી ચર્ચા લાગ્યા હતા. એન્ડ્રુ ટાયની એક બોલમાં અંપાયરને પગનો નો બોલ ગણાવ્યો હતો ત્યારબાદ વિવાદ શરૂ થયો હતો.

પોતાની પહેલી અને કોલકત્તાની ઇનિંગની છઠ્ઠી ઓવર નાખવા માટે એન્ડ્રુ ટાયની પહેલી બોલમાં અંપાયરે નો બોલ આપ્યો હતો. અંપાયરના પ્રમાણે ટાયનો પગ ક્રિઝથ બહાર હતો. પરંતુ જ્યારે રિપ્લે જોવામાં આવ્યો ત્યારે માલૂમ પડ્યું કે તેના પગનો પાછળનો ભાગ લાઇનની અંદર હતો. ત્યારબાદ બોલર ટાયએ અંપાયરને ફરિયાદ કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પણ અંપાયર પાસે આવીને ફરિયાદ કરવા લાગ્યા હતા. આ દરમિયાન યુવરાજ સિંહ પણ ખુબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો.

કોમેટ્રી કરી રહેલા પૂર્વ ખેલાડીઓ પણ આ અંપાયરના આ નિર્ણયની નિંદા કરી હતી. તેમના પ્રમાણે જો મેદાન ઉપર લગાવવામાં આવેલી મોટી સ્ક્રીન ઉપર ચોખ્ખુ જોવા મળી રહ્યું છે કે બોલરનો પગ અંદરની બાજુમાં હતો. તો અંપારે પોતાનો નિર્ણય બદલવો જોઇએ. જોકે, અંપાયરે પોતાનો નિર્ણય બદલ્યો નહતો. અને કોલકત્તાને ફ્રી હિટ મળી ગઈ હતી.
First published:

Tags: Ipl 2018, Kings xi punjab