કિંગ્સ ઈલેવન પંજાબે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આઈપીએલ-2018 માટે નવા કેપ્ટનના રૂપમાં નિયુક્ત કર્યો છે. આની સત્તાવાર જાહેરાત ટીમે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા કરી દીધી છે. પંજાબે અશ્વિનને 7.6 કરોડ રૂપિયાની કિંમતમાં પોતાની સાથે જોડ્યો છે. આ પહેલા અશ્વિન ચેન્નાઈ માટે રમતો હતો પંરતુ આ વખતે ચેન્નાઈએ તેને રિટેન કર્યા નહતો. પંજાબે અશ્વિનને ખરીદવા માટે રાજસ્થાનને માત આપી હતી. પંજાબે ડ્વેન બ્રાવોને તેની બેઝ પ્રાઈજ બે કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો પરંતુ રાઈટ ટૂ મેચ અધિકારનો ઉપયોગ કરીને બ્રાવોને પોતાની સાથે જ જોડી દીધો હતો.
જણાવી દઈએ કે, પંજાબ સાથે આઈપીએલની શરૂઆત કરનાર યુવી એકવાર ફરીથી પંજાબમાં પાછો ફર્યો છે. તેમના માટે પંજાબે બે કરોડ રૂપિયા કિંમત ચૂકવી છે. કેદાર જાધવ માટે ચેન્નાઈએ 7.8 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી છે. પંજાબ માર્કસ સ્ટોઈનિંસ અને ડેવિડ મિલરને પોતાની સાથે રાખવામાં સફળ રહ્યું હતું. આ બંને માટે પંજાબે ક્રમશ: 6.20 કરોડ અને ત્રણ કરોડ રૂપિયા કિંમત ચૂકવી છે.
તે ઉપરાંત, પંજાબે એરોન ફિન્ચ માટે 6,20 કરોડ અને કરૂણ નાયર માટે 5.60 કરોડની કિંમત ચૂકવી હતી. પાછલી સિઝનમાં પોતાની મિસ્ટ્રી સ્પિનથી બધાને હેરાન કરનાર રાશિદ ખાન માટે હૈદરાબાદે રાઈટ ટૂ મેચનો ઉપયોગ કર્યો હતો. તેને પંજાબને નવ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. આ વખતે પંજાબની ટીમ આ ખેલાડીની મદદથી ખિતાબ જીતવાની કોશિશ કરશે.