IPL 2018 : કેન વિલિયમ્સનને 'ઓરેન્જ કૈપ' અને એન્ડ્ર્યૂ ટાયને 'પર્પલ કેપ'

News18 Gujarati
Updated: May 28, 2018, 12:50 AM IST
IPL 2018 : કેન વિલિયમ્સનને 'ઓરેન્જ કૈપ' અને એન્ડ્ર્યૂ ટાયને 'પર્પલ કેપ'

  • Share this:
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન ભલે પોતાની ટીમને ખિતાબ અપાવી શક્યા નહી પરંતુ ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને આઈપીએલ-11માં સર્વાધિક 735 રન બનાવીને અંતમાં ઓરેન્જ કેપ મેળવી, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાઈને સર્વાધિક વિકેટ લેવા માટે પર્પલ કેપ મળી.

વિલિયમ્સને 17 મેચોમાં 52.50ની એવરેજ સાથે 735 રન બનાવ્યા જેમાં આઠ અર્ધશતક સામેલ છે. તેના પછી દિલ્હી ડેયરડેવિલ્સના ઋષભ પંત 684 રન બનાવીને બીજા સ્થાન પર રહ્યો. ડેયરડેવિલ્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફલ રહી હતી.

વિલિયમ્સન આવી રીતે કોઈ એક આઈપીએલની સિઝનમાં 700થી વધારે રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો છે. કેનથી પહેલા ક્રિસ ગેલ, માઈકલ હસી, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ પોતાના નામે કરી છે. ગેલે આ કારનામું બે વખત પોતાના નામે કર્યો છે.

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી પરંતુ તેનો ઓસ્ટ્રેલિયન બોલર ટાયે સૌથી વધારે વિકેટ લઈને પર્પલ કેપનો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. ટાયે 14 મેચોમાં 24 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. ત્યાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના રાશિદ ખાન (21 વિકેટ) અને સિદ્ધાર્થ કૌલ (21 વિકેટ)નો નંબર રહ્યો છે.

 
First published: May 28, 2018, 12:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading