22 કરોડમાં વેચાયા હતા બે ખેલાડીઓ: એક છે હિરો તો બીજો બન્યો ઝીરો

News18 Gujarati
Updated: May 8, 2018, 4:32 PM IST
22 કરોડમાં વેચાયા હતા બે ખેલાડીઓ: એક છે હિરો તો બીજો બન્યો ઝીરો
આઇપીએલ 2018 સિઝન 11 માટે જ્યારે હરાજી થઇ રહી હતી ત્યારે બે ભારતીય બેટ્સમેનો ઉપર પૈસાનો વરસાદ થયો હતો. કેએલ રાહુલ અને મનિષ પાંડે બંને ઉપર 11-11 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા હતા.

આઇપીએલ 2018 સિઝન 11 માટે જ્યારે હરાજી થઇ રહી હતી ત્યારે બે ભારતીય બેટ્સમેનો ઉપર પૈસાનો વરસાદ થયો હતો. કેએલ રાહુલ અને મનિષ પાંડે બંને ઉપર 11-11 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા હતા.

  • Share this:
આઇપીએલ 2018 સિઝન 11 માટે જ્યારે હરાજી થઇ રહી હતી ત્યારે બે ભારતીય બેટ્સમેનો ઉપર પૈસાનો વરસાદ થયો હતો. કેએલ રાહુલ અને મનિષ પાંડે બંને ઉપર 11-11 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા હતા. રાહુલ પંજાબની સાથે તો મનીષ હૈદરાબાદની સાથે ગયા હતા. ત્યારે અનેક લોકોએ આટલી મોટી રકમ લગાવવા ઉપર હેરાન થયા હતા. હવે જ્યારે આઈપીએલ પ્લેઓફ થોડા જ સપ્તાહ દૂર છે ત્યારે કેએલ રાહુલે પોતાના ઉપર લગાવેલા રૂપિયાની પાઇ પાઇનો હિસાબ આપ્યો છે. રાજસ્થાન સામેની મેચમાં રાહુલે વિનિંગ અણનમ 84 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ટીમની માલિક પ્રિટી ઝિંટા પણ ખુબ જ ખુશ થઇ હતી.

જ્યારે મનીષ પાંડે 11 કરોડ રૂપિયાની હરાજી હેઠળ દાબાઇ ગયો. તેનું બેટ બેટિંગ કરવાનું ભુલી ગયું છે. ટાઇમિંગ રજા ઉપર ઉતરી ગઇ જ્યારે ફોર્મ બેવફા થઇ ગયું છે. આમ છતાં હૈદરાબાદે મનિષ પાંડે ઉપર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેને દરેક મેચોમાં તક આપવામાં આવી છે. પરંતુ પાંડેએ મોટાભાગે નિરાશ જ કર્યા હતા. જે ઇનિંગમાં તેણે અડધી સદી ફટકારી હતી. ત્યારે પણ તેને સોશિયલ મીડિયા ઉપર ભારે આલોચનાનો સામનો કરવા પડ્યો હતો.

મનિષ પાંડેએ આ વખતે 10 મેચ રમી છે અને 23ની સરેરાશથી 112.19ની સ્ટ્રાઇક રેટથી 184 રન બનાવ્યા છે. તેમણે માત્ર એક જ ફિફ્ટી લગાવી હતી. તેમના ખરાબ પર્ફોમન્સથી ટીમનો મિડલ ઓર્ડર સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો છે. કેપ્ટન કેન વિલિયમસન ઉપર મોટી જવાબદારી આવી છે. જોકે, ફિલ્ડિંગમાં મનિષ પાંડેએ કમાલ કરી દીધી છે.જ્યારે કર્ણાટકની ટીમમાં તેમની સાથે કેએલ રાહુલ પણ સિઝન 11 માટે 11 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. રાહુલે નવ મેચ રમી છે અને તેણે 47ની સરેરાશથૂ 162.77ની જબદસ્ત ટ્રાઇક રેટથી 376 રન લીધા છે. તેમણે ત્રણ અ઼ડધી સદી ફટકારી છે. જેમાંથી આઇપીએલના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી પણ સામેલ છે. તેઓ વિકેટ કિપરની ભૂમિકા પણ સારી રીતે નિભાવી રહ્યા છે. રાહુલે ક્રિશ ગેઇલની સાથે મળીને પંજાબને પ્રત્યેક મેચમાં જબરદસ્ત શરૂઆત આપી છે. એનું પરિણામ છે કે ટીમ ત્રીજા નંબર ઉપર રહી છએ.

જો પાંડે ઉપર લગાવેલી બોલી અને તેમના રનનો હિસાબ લગાવવામાં આવે તો. તેમનો એક રન અત્યાર સુધીમાં હૈદરાબાદને 597826 રૂપિયામાં પડ્યો છે. જ્યારે રાહુલનો હિસાબ લગાવવામાં આવે તો તેનો એક રન પંજાબ માટે રૂ.229553માં પડ્યો છે. બંને ખેલાડીઓમાં આ પરિણામમાં તેના કેચ અને ફિલ્ડિંગને ગણવામાં આવ્યા નથી.
First published: May 8, 2018, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading