ટીમ ઇન્ડિયાના ટર્બનેટર સ્પિનર હરભજન સિંહે પોતાના ટોક શો ‘ક્વિક હીલ ભજ્જી બ્લાસ્ટ વિથ સીએસકે’શરૂ કર્યો છે. જેમાં ભારતીય અને વિદેશના મુખ્ય ખેલાડીઓ નજરે પડશે.
હરભજન આ ટોક શોમાં ચૈન્નાઇ સુપર કિંગ્સના સાથી ખેલાડીઓથી ક્રિકેટ અને તેમની ખાનગી જિંદગી વિશે સવાલો પૂછશે. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ટરવ્યૂ દરમિયાન મોટાભાગના ક્રિકેટ સ્ટાર ગરિમાપૂર્ણ અને સભ્ય નજર આવે છે. પરંતુ કોઇ ડ્રેસિંગ રૂમમાં નજર મારી જોવે તો ખબર પડે કે સચ્ચાઇ શું છે.
" isDesktop="true" id="761875" >
તેણે વધુમાં જણાવ્યું હતું કે, શરારત તેમની વાતચીતનો ભાગ હશે. હું કેટલાક અજાણી વસ્તુઓ જે લોકોએ ક્યારેય નહીં જાણી હોય તેને આ શો દ્વારા લોકોની સામે લાવીશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર