IPL 2018: પોતાના કેપ્ટન ધોનીથી ગદગદ થયો ડુપ્લેસી, કર્યા પેટ ભરીને વખાણ

News18 Gujarati
Updated: May 1, 2018, 5:10 PM IST
IPL 2018: પોતાના કેપ્ટન ધોનીથી ગદગદ થયો ડુપ્લેસી, કર્યા પેટ ભરીને વખાણ
ચેન્નાઇ સુપર કિંગ્સના બેટ્સમેન ફાફ ડુપ્લેસીએ કોઇપણ બોલરને ધોઇ નાખવાની કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ક્ષમતાના વખાણ કરતા કહ્યું હતું કે, તેઓ કોઇપણ વિરોધી કેપ્ટન માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

ચેન્નાઇ સુપર કિંગ્સના બેટ્સમેન ફાફ ડુપ્લેસીએ કોઇપણ બોલરને ધોઇ નાખવાની કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ક્ષમતાના વખાણ કરતા કહ્યું હતું કે, તેઓ કોઇપણ વિરોધી કેપ્ટન માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

  • Share this:
ચેન્નાઇ સુપર કિંગ્સના બેટ્સમેન ફાફ ડુપ્લેસીએ કોઇપણ બોલરને ધોઇ નાખવાની કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ક્ષમતાના વખાણ કરતા કહ્યું હતું કે, તેઓ કોઇપણ વિરોધી કેપ્ટન માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

ઓસ્ટ્રેલિયાના શેન વોટસનના 78 રન અને ધોનીના અણનમ 51 રનની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સ આઈપીએલની મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 13 રનથી હરાવ્યું હતું. ગત બે મેચોમાં ધોનીએ શાનદાર બેટિંગ કરી હતી. ધોનીએ પોતાની તોફાની બેટિંગથી આલોચકોને સણસણ તો જવાબ આપ્યો હતો. ડુપ્લેસીએ મેચ પછી કહ્યું હતું કે, ધોની આ સમયે શાનદાર ફોર્મમાં છે. એટલે તેમની સામે કોઇપણને બોલિંગ કરવી અઘરી પડી શકે છે. તેમની પાસે અનેક વિકલ્પ છે આમ તે કોઇપણ બોલર કે કેપ્ટન માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેઓ કોઇપણ બોલને ફટકારી શકે છે.

ડુપ્લેસીએ યુવા ભારતીય બેટ્સમેન અંબાતી રાયડુના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાયડુના સુગમતાથી હું ખુબજ પ્રભાવિત છું. તેમની બેટિંગ જોવાની મને ખુબ જ મજા આવી રહી હતી. ક્રિઝ ઉપર આવીને પહેલા જ બોલમાં ફોર લગાવવી સરળ નથી હોતી. બધા લોકો આવું નથી કરી શકતા.

બે વર્ષ પછી ઘરવાપસી કરનારી ચેન્નાઇ સુપર કિંગ્સ સ્કોર બોર્ડ ઉપર ટોપ પર છે. ચેન્નાઇએ અત્યાર સુધી રમેલી આઠ મેચોમાં છ મેચોમાં જીત મેળવી છે. આમ તેને આઈપીએલ સિઝન 11ની દમદાર ટીમ માનવામાં આવી રહી છે.
First published: May 1, 2018, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading