ક્વોલિફાયર-1 પહેલા ધોનીનો માસ્ટર પ્લાન, દિગ્ગજો પણ રહી ગયા હૈરાન

News18 Gujarati
Updated: May 22, 2018, 12:51 PM IST
ક્વોલિફાયર-1 પહેલા ધોનીનો માસ્ટર પ્લાન, દિગ્ગજો પણ રહી ગયા હૈરાન

  • Share this:
એમએસ ધોનીને વર્તમાન ક્રિકેટ વર્લ્ડનો સૌથી ચતુર કેપ્ટન માનવામાં આવે છે. તેઓ ખુબ જ દૂરનું વિચારે છે. આજ કારણ છે કે, ધોનીની કેપ્ટનસી હેઠળ 9માંથી નવ વખત સીએસકે પ્લેઓફમાં પહોંચી છે. ધોની આ સિઝનમાં કંઈક અલગ જ રંગમાં નજરે પડી રહ્યો છે અને પોતાના વિરોધી ટીમો માટે રહસ્યમયી બની ગયો છે.

જ્યારે સીએસકે 13મી મેચમાં પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ તો ધોનીએ 14મી મેચ માટે પોતાના સૌથી ધુરંધર ખેલાડી શેન વોટ્સનને આરામ આપી દીધો. આના પાછળનું રિઝન તે છે કે, ધોની આ નિર્ણયને લઈને બે નિશાન લગાવવા માંગે છે. પહેલી વાત તો તે કે, શેન વોટ્સન અત્યાર સુધી આ સિઝનમાં 13 મેચ રમી ચૂક્યો છે અને તે એક બોલરની સાથે ઓલરાઉન્ડ હોવાના કારણે તેને બોલ અને બલ્લા દ્વારા ખુબ જ મહેનત કરી છે.

આ કારણ જ છે કે ધોનીએ તેને આરામ આપવો ખુબ જ જરૂરી ગણ્યું છે. સ્વભાવિક છે કે, સનરાઈઝર્સ હૈદારાબાદ વિરૂદ્ધ મંગળવારે રમાનાર ક્વોલિફાય મેચમાં કોઈ જ રિસ્ક લેવા માંગતો નથી. જ્યારે બીજી બાજું તેઓ ફાફ ડૂ પ્લેસીને તક આપવા માંગે છે, આમ ફ્રેસ ખેલાડી ડૂ પ્લેસિ સીએસકે માટે મોટી ઈનિંગ રમી શકે છે.

આ ખુલાસો બોલર દીપક ચહરે કર્યો છે. તેમને ધોનીના માસ્ટર પ્લાન વિશે જણાવ્યું જે બીજી ટીમોને માત આપવા માટે પર્યાપ્ત છે. તેમને કહ્યું કે, આ મેચ માટે વોટ્સનને આરામ આપવામાં આવ્યો છે.

ચહરે જણાવ્યું કે, પાછલી મેચમાં હૈદરાબાદ વિરૂદ્ધ કેકેઆર હારી જતી તો મને પણ આરામ આપવામાં આવતો, સ્વભાવિક છે કે, દોની પાસે દરેક પરિસ્થિતિ માટે અલગ પ્લાન છે. આ કારણે જ ધોનીએ આ આઈપીએલની સૌથી બૂઝૂર્ગ મનાતી સીએસકેમાં નવી સ્ફૂર્તિ લાવી દીધી છે.
First published: May 22, 2018
વધુ વાંચો
अगली ख़बर