Home /News /sport /

IPL 2018: સ્ટેડિયમ બહાર જતા છગ્ગાઓ માટે બોનસ રન ઈચ્છે છે ધોની, જાણો કેમ

IPL 2018: સ્ટેડિયમ બહાર જતા છગ્ગાઓ માટે બોનસ રન ઈચ્છે છે ધોની, જાણો કેમ

ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઈચ્છે છે કે આઈપીએલમાં જ્યારે પણ બોલ સ્ટેડિયમ બહાર જાય તો, દરેક સિક્સ પર બોનસ રન આપવામાં જોઈએ. પોસ્ટ-મેચ પ્રેજેન્ટેશન દરમિયાન ધોનીએ મજાકભર્યા અંદાજમાં કહ્યું,

ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઈચ્છે છે કે આઈપીએલમાં જ્યારે પણ બોલ સ્ટેડિયમ બહાર જાય તો, દરેક સિક્સ પર બોનસ રન આપવામાં જોઈએ. પોસ્ટ-મેચ પ્રેજેન્ટેશન દરમિયાન ધોનીએ મજાકભર્યા અંદાજમાં કહ્યું,

ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચેપક સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલ મેચ ખુબ જ રોમાંચક રહી. આ મેચમાં બેટ્સમેનો દ્વારા છગ્ગાઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઈચ્છે છે કે આઈપીએલમાં જ્યારે પણ બોલ સ્ટેડિયમ બહાર જાય તો, દરેક સિક્સ પર બોનસ રન આપવામાં જોઈએ. પોસ્ટ-મેચ પ્રેજેન્ટેશન દરમિયાન ધોનીએ મજાકભર્યા અંદાજમાં કહ્યું, "ઘણા બધા છગ્ગાઓ મારવામાં આવે છે. મને લાગે છે કે, જ્યારે પણ સિક્સ માર્યા દરમિયાન બોલ સ્ટેડિયમ બહાર જાય છે તો આઈપીએલને દરેક બોલ પર બે રન વધારાના આપવા જોઈએ."


જણાવી દઈએ કે, આ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે જીત મેળવી હતી. પહેલા ટોસ જીતીને ચેન્નાઈએ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. આનાથી પહેલા બેટિંગ કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સે એક પછી એક વિકેટ પડતી ગઈ. ત્યાર બાદ મેદાન પર આંદ્રે રસેલ બેટિંગ કરવા ઉતર્યો અને તેની આક્રમક બોલિંગ સામે ચેન્નાઈના બોલર નિસાહ હતા. રસેલે ચેન્નાઈ સુપરકિંગ્સે બેટ્સમેનોના છક્કા છોડાવી નાંખ્યા હતા. રસેલે 36 બોલમાં 88 રનોની અણનમ ઈનિંગ રમી હતી.


રસેલે એકથી એક શાનદાર છગ્ગાઓ ફટકાર્યા હતા. આમાંથી એક છગ્ગો તો એટલો લાંબો હતો કે, બોલ સ્ટેડિયમની બહાર મરીન બીચ પર ચાલી ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 202 રનોનો ટાર્ગેટ રાખ્યો હતો, જેમાં ધોનીની ટીમે અંતિમ ઓવરમાં પડકાર મેળવીને મેચને પાંચ વિકેટથી જીતી લીધી હતી. ઉલ્લેખનિય છે કે, બે વર્ષ બાદ ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી છે. આને લઈને ધોનીએ કહ્યું કે, તેઓ ખુબ જ સારૂ અનુભવી રહ્યાં છે કેમ કે, બે વર્ષ બાદ ટીમ પોતાના મેદાન પર પાછી ઉતરી અને જીત મેલવી. જણાવી દઈએ કે, સ્પોટ ફિક્સિંગની બાબત સામે આવ્યા બાદ ચેન્નાઈ સુપરકિંગ્સને બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.
Published by:Network18
First published:

Tags: Ipl 2018, M S Dhoni, Stadium, ક્રિકેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन