IPL : ધોની-રૈના-ભજ્જીની પુત્રીઓએ આવી રીતે કરી મસ્તી, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: April 29, 2018, 4:31 PM IST
IPL : ધોની-રૈના-ભજ્જીની પુત્રીઓએ આવી રીતે કરી મસ્તી, જુઓ વીડિયો

  • Share this:
મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના અને હરભજન સિંહની અનુભવી તિકડી ચેન્નાઈ સુપર કિંગ્સને વર્તમાન આઈપીએલની ખિતાબી દોડમાં પહોંચવાની મશક્કતમાં લાગી છે. જોકે, શનિવારે તેમને મુંબઈ ઈન્ડિયન્સના હાથે માત, મળી તે છતાં ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં પોઈન્ટ ટોપ પર છે.

સુરેશ રૈનાએ રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમની પુત્રી ગ્રેસિયા, માહીની પુત્રી જીવા અને ભજ્જીની પુત્રી હિનાયા ગોળ-ગોળ ફરી રહી છે. રૈનાએ કેપ્શનમાં લખ્યું- ring ò roses ❤️❤️❤️ @harbhajan3 @mahi7781 #Hinaya #Ziva #Gracia

આનાથી પહેલા રૈનાએ જીવા અને ગ્રેસિયાની તસવીર શેર કરી હતી, જેમાં તેમને લખ્યું બંને પોત-પોતાના ટેબલેટ્સ પર મેચ હાઈલાઈટ્સ જોવામાં વ્યસ્ત છે.

શનિવારે સુરેશ રૈનાએ 47 બોલમાં અણનમ 75 રનોની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ પાંચ વિકેટ પર 169 રન બનાવ્યા હતા. રૈનાએ શરૂથી જ આક્રમક રમત દર્શાવી. તેને અંતિમ બોલ પર સિક્સ ફટકારીને દર્શકોને ભરપૂર મનોરંજન કર્યું.


અંતે કેપ્ટન રોહિત શર્માએ 33 બોલમાં અણનમ 56 રનોની ઈનિંગની મદથી મુંબઈ ઈન્ડિયન્સે શીર્ષ પર રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સના આઠ વિકેટથી હરાવીને આઈપીએલના વર્તમાન સિરીઝમાં બીજી જીત અપાવી હતી.
First published: April 29, 2018, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading