વિશ્વાસ નથી થતો કે આવી ભૂલ કરી શકે છે ધોની, એક ચુકથી હાર્યું ચેન્નાઇ

News18 Gujarati
Updated: May 12, 2018, 1:53 PM IST
વિશ્વાસ નથી થતો કે આવી ભૂલ કરી શકે છે ધોની, એક ચુકથી હાર્યું ચેન્નાઇ
આ મેચમાં ધોનીની એક ભૂલ વિશે જાણતા પહેલા જણાવી દઇએ કે ચેન્નાઇએ 177 રનના ટાર્ગેટને રાજસ્થાને 19.5 ઓવરમાં હાંસલ કરી દીધો

આ મેચમાં ધોનીની એક ભૂલ વિશે જાણતા પહેલા જણાવી દઇએ કે ચેન્નાઇએ 177 રનના ટાર્ગેટને રાજસ્થાને 19.5 ઓવરમાં હાંસલ કરી દીધો

  • Share this:
રાજસ્થાન રોયલ્સે કરો યા મરો મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સને ચાર વિકેટથી હાર આપી છે. આ મેચમાં ધોનીની એક ભૂલ વિશે જાણતા પહેલા જણાવી દઇએ કે ચેન્નાઇએ 177 રનના ટાર્ગેટને રાજસ્થાને 19.5 ઓવરમાં હાંસલ કરી દીધો હતો. ધોનીએ આ મેચમાં 23 બોલમાં 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ કેપ્ટન કૂલની એક ચુક ફિલ્ડિંગ દરમિયાન થઇ ગઇ અને તેનાથી મેચ હારવાનો વારો આવ્યો.

રાજસ્થાનના દાવના 18મી ઓવર બ્રાવોએ ફેંકી હતી. આ ઓવરના છેલ્લા બોલમાં બટલરે સ્ટંપથી હટીને સ્કૂલ જેવો શોર્ટ લગાવવાની કોશિશ કરી હતી. બ્રાવોની ધીમી બોલમાં બટલર ચકમો ખાઇ ગયો હતો અને બોલ બેટને ટચ કરીને ધોની પાસે ગઇ હતી. પરંતુ સરળ નજર આવનારો આ કેસ ધોનીએ ડ્રોપ કર્યો હતો. કોઇને વિશ્વાસ ન્હોતો થતો કે ધોનીએ આટલો સરળ ચેક છોડી શકે છે. ધોનીએ કેચ છોડ્યા પછી રાજસ્થાનને બે ઓવરમાં જીત માટે જરૂરી 28 રન 11 બોલમાં બનાવી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ખુબ ખરાબ પરિસ્થિતિમાં ફસાયેલ રાજસ્થાન રોયલ્સ શુક્રવારે પોતાના ઘરેલુ સ્ટેડિયમ માનસિંહ સ્ટેડિયમ જયપુરમાં આઈપીએલ 11ની સીઝનની 43મી મેચ સારા ફોર્મમાં ચાલી રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવા ઉતરી હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ રાજસ્થાન રોયલ્સને ફિલ્ડીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ શરૂ કરી 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને 176 રન બનાવી રાજસ્થાનને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાને જોસ બટલરના શાનદાર 95 રનની મદદથી 19.5 ઓવરમાં 06 વિકેટના નુકશાને 177 રન બનાવી શાનદાર 04 વિકેટે જીત મેળવી છે.
First published: May 12, 2018, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading