Home /News /sport /IPL-11: વોટ્સનની ઝંઝાવાતમાં ઉડ્યું હૈદરાબાદ, ચેન્નાઈ ત્રીજી વખત ચેમ્પિયન

IPL-11: વોટ્સનની ઝંઝાવાતમાં ઉડ્યું હૈદરાબાદ, ચેન્નાઈ ત્રીજી વખત ચેમ્પિયન

IPL-11નો આજે ફાઈનલ મુકાબલો રમવામાં આવશે. આ મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમવામાં આવી રહ્યો છે. આ બંને ટીમ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહા મુકાબલો યોજાઈ રહ્યો છે. જે પણ ટીમ જીતશે તે આઈપીએલ 2011ની ચેમ્પિયન ટીમ બની જશે. આ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 178 રન બનાવી ચેન્નાઈને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગેસે શેન વોટ્સનના તોફાની અણનમ 117 રનની મદદથી 18.3 ઓવરમાં 02 વિકેટના નુકશાને 181 રન બનાવી આઠ વિકેટે શાનદાર જીતી મેળવી. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ-11ની સિઝનની ચેમ્પિયન ટીમ બની ગઈ છે. એટલું જ નહીં આ જીત સાથે તે આઈપીએલના ઈતિહાસમાં ત્રીજી વખત આઈપીએલ ખિતાબ જીતનારી બીજા નંબરની ટીમ પણ બની ગઈ છે.

હૈદરાબાદ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
- બીજી ઓવરના પાંચમા બોલે લૂંગી નગીડીની ઓવરમાં શ્રીવત્સ ગોસ્વામી 05 બોલમાં માત્ર 05 રન બનાવી રન આઉટ થઈ ગયો
- 9મી ઓવરના ત્રીજા બોલે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં શિખર ધવન 25 બોલમાં 26 રન બનાવી ક્લિન બોલ્ડ થયો
- 13મી ઓવરના પ્રથમ બોલે કર્ણ શર્માની ઓવરમાં કેન વિલિયમ્સન 36 બોલમાં 47 રન બનાવી સ્ટમ્પ્ડ આઉટ થયો
- 16મી ઓવરના પાંચમા બોલે ડ્વેઈન બ્રાવોની ઓવરમાં શાકિબ અલ હસન 15 બોલમાં 23 રન બનાવી સુરેશ રૈનાના હાથે કેચ આઉટ થયો
- 17મી ઓવરના છેલ્લા બોલે લૂંગી નગીડીની ઓવરમાં દિપક હુડા 04 બોલમાં 03 રન બનાવી કેચ આઉટ થયો
- 20મી ઓવરના છેલ્લા બોલે શાર્દુલ ઠાકુરની ઓવરમાં બ્રેથ વેઈટ 11 બોલમાં 21 રન બનાવી અંબાતી રાયડુના હાથે કેચ આઉટ થયો

ચેન્નાઈ - કોણે કેટલી વિકેટ લીધી
દિપક ચહરે 04 ઓવરમાં 25 રન આપી એક પણ વિકેટ ન લીધી
લૂંગી નગીડીએ 04 ઓવરમાં 26 રન આપી 01 વિકેટ લીધી
શાર્દુલ ઠાકુરે 03 ઓવરમાં 31 રન આપી એક વિકેટ લીધી
કર્ણ શર્માએ 03 ઓવરમાં 25 રન આપી 01 વિકેટ લીધી
ડ્વેઈન બ્રાવોએ 04 ઓવરમાં 46 રન આપી 01 વિકેટ લીધી
રવિન્દ્ર જાડેજાએ 02 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી

ચેન્નાઈ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
- ચોથી ઓવરના છેલ્લા બોલે સંદિપ શર્માની ઓવરમાં ફાફ ડુ પ્લેસિસ 11 બોલમાં 10 રન બનાવી સંદિપ શર્માના હાથે જ કેચ આઉટ થયો
- 14મી ઓવરના ત્રીજા બોલે બ્રેંથ વેઈટની ઓવરમાં સુરેશ રૈના 24 બોલમાં 32 રન બનાવી ગોસ્વામીના હાથે કેચ આઉટ થયો
- શેન વોટ્સન 57 બોલમાં 117 રન બનાવી અણનમ રહ્યો હતો
- અંબાતી રાયડૂ 19 બોલમાં 16 રન બનાવી અણનમ રહ્યો હતો

હૈદરાબાદ - કોણે કેટલી વિકેટ લીધી
ભુવનેશ્વર કુમારે 04 ઓવરમાં 17 રન આપી એક પણ વિકેટ ન લીધી
સંદિપ શર્માએ 04 ઓવરમાં 52 રન આપી 01 વિકેટ લીધી
સિદ્ધાર્થ કૌલે 03 ઓવરમાં 43 રન આપી એક પણ વિકેટ ન લીધી
રાશિદ ખાને 04 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી
શાકિબ અલ હસને 01 ઓવરમાં 15 રન આપી એક પણ વિકેટ ન લીધી
કેર્લોસ બ્રેથ વેઈટે 2.3 ઓવરમાં 27 રન આપી 01 વિકેટ લીધી

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ
ફેફ ડુ પ્લેસિસ, શેન વોટસન, અંબાતી રાયડુ, સુરેશ રૈના, સેમ બિલિંગ્સ, એમ.એસ. ધોની, ડ્વેઈન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી નગીડી, હરભજન સિંઘ, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર

સનનરાઈઝર્સ હૈદરાબાદની  ટીમ
એલેક્સ હેલ્સ, શિખર ધવન, કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, શાકીબ અલ હસન, યુસુફ પઠાણ, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), ભુવનેશ્વર કુમાર, રશીદ ખાન, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા, મોહમ્મદ સીરાજ
First published:

Tags: CSK Vs SRH, Ipl 2018, Live Cricket Score, T20 match

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો