Home /News /sport /કોહલીને કેપ્ટનસીનો 'જ્ઞાન' આપી ગયો ધોની! જીત પછી શું કહ્યું 'કેપ્ટન કૂલે'

કોહલીને કેપ્ટનસીનો 'જ્ઞાન' આપી ગયો ધોની! જીત પછી શું કહ્યું 'કેપ્ટન કૂલે'

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સની શાનદાર જીતની ચર્ચા બધા જ કરી રહ્યાં છે. ખાસ કરીને ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર ઈનિંગ અને યાદગાર સિક્સથી લોકો તેના દિવાના બની ગયા છે. એક વાત તે પણ છે કે, આ પ્રદર્શનથી મહેન્દ્રસિંહ ધોનીએ સાબિત કરી નાંખ્યું છે કે, તેમને કેમ કેપ્ટન કૂલ કહેવામાં આવે છે. રસપ્રદ વાત તે પણ છે કે, બુધવારે (25 એપ્રિલ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર શાનદાર જીત બાદ ધોનીએ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને કેપ્ટનીસ વિશે બોધપાઠ પણ આપ્યો.

શું કહ્યું ધોનીએ વિરાટને

મેચ ખત્મ થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે, તે જરૂરી છે કે, તમારા મગજમાં હંમેશા રહેવું જોઈએ કે કેટલી ઓવર બાકી છે? અને આ ડેથ ઓવરોમાં કોણ બોલિંગ કરશે? તે વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, તે વિકેટ પર ક્યો બોલર સૌથી સારી બોલિંગ કરી શકશે? જેને તમે બોલ આપશો. જીત અથવા હાર થઈ શકે છે, પરંતુ આવા સમયે સાચા નિર્ણય લેવા ખુબ જ જરૂરી છે.

અસલમાં આ મુકાબલા બાદ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની હાર પર ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નિર્ણય પર ટીકાકારો પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે. ટીકાકારોનું કહેવું છે કે, આ મેચમાં સારી લયમાં બોલિંગ કરી રહેલ યૂઝવેન્દ્ર ચહલનો ઉપયોગ ડેથ ઓવરમાં કરવો જોઈતો હતો. ખાસ કરીને જ્યારે મહેન્દ્રસિંહ ધોની મેદાન પર હોય, કેમ કે લેગ સ્પિન ધોનની કમજોરી છે. તે માટે જરૂરી હતું કે કેપ્ટને ચહલની કેટલીક ઓવરો બચાવીને રાખવાની જરૂરત હતી.

મેચ ખત્મ થયા બાદ કેપ્ટન ધોનીએ તે પણ કહ્યું કે, જ્યારે તમે બેટિંગ કરી રહ્યા છો તો જરૂરી છે કે ક્રિઝ પર રહેલા બીજા બેટ્સમેનની મદદ કરો. તેમને જણાવ્યું કે, તમારી બેટિંગ સ્ટાઈલ વિરૂદ્ધ બોલર કોઈ રણનીતિ અપનાવી શકે છે? ધોનીએ કહ્યું કે, આ બધી જ બાબતો મેચ દરમિયાન ખુબ જ મહત્વપૂર્ણ છે. આ એક ફિનિશરનું કામ પણ છે કે તે મેદાન પર પોતાના સાથી બેટ્સમેન સાથે તેની બેટિંગ અને મેદાન પર રન બનાવવાને લઈને ચર્ચા કરતાં રહેવું જોઈએ.
First published:

Tags: Csk vs rcb, Ipl 2018, Ms dhoni, Sports news, વિરાટ કોહલી