IPL 2018 : એમએસ ધોની માટે ફેને છોડી દીધી પ્રેમિકા!

News18 Gujarati
Updated: May 19, 2018, 10:27 AM IST
IPL 2018 : એમએસ ધોની માટે ફેને છોડી દીધી પ્રેમિકા!

  • Share this:
આઈપીએલની 11મી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની એકમાત્ર એવો ખેલાડી છે, જેમના માટે લોકો દિવાના બની ગયા છે. ચેન્નાઈ સુપરકિંગ્સની વિકેટ પડ્યા બાદ જ્યારે ધોની સ્ટેડિયમમાં પગ રાખે છે તો દર્શક શોરબકોર કરીને તેમનું શાનદાર સ્વાગત કરે છે. કેટલીક મેચોમાં તો જોવા મળ્યું છે કે, દર્શકોએ ધોનીના સમર્થનમાં ઘરેલૂ ટીમની જર્સી છોડીને ચેન્નાઈની જર્સી પહેરી લીધી હતી.

દિલ્હી વિરૂદ્ધ મેચ પહેલા ધોનીની દિવનાગીનો વધુ એક ઉદાહરણ જોવા મળ્યો હતો. એક ફેને દિલ્હી અને ચેન્નાઈની મેચમાં ધોનીની રમતને જોવા માટે પ્રેમિકા સાથે ડેટ પર જવાનું મિસ કરી દીધું. આ વિશે ચેન્નાઈ સુપરકિંગ્સના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો ટ્વિટ કરવામાં આવ્યો છે, જેમાં એક છોકરો પોસ્ટર લઈને ઉભો છે અને તેના પર લખ્યું છે કે, "મારા સાથી ધોનીને જોવા માટે આજે મે મારી ડેટને મિસ કરી દીધી." આ ફોટો સાથે સીએકએ ટ્વિટ કરતાં કેપ્શનમાં લખ્યું કે, શું વાત છે! આશા રાખીએ છે કે, તમારી ડેટ તમને અથવા આ ટ્વિટને આજ રાત્રે ટીવી પર જોઈ ન લે.

આનાથી પહેલા બે વખત ધોનીના ફેન્સ તેને મળવા માટે મેદાનમાં ચાલ્યા ગયા. ચેન્નાઈની ટીમ સૌથી હોટ ફેવરેટ ટીમમાંથી એક છે. આ ટીમના ઘણા બધા ફેન ફોલોઈંગ છે.

જણાવી દઈએ કે, ચેન્નાઈ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. ચેન્નાઈને એક મેચ રમ્યા બાદ પોતાના હોમગ્રાઉન્ડને બદલીને પુણે કરવું પડ્યું છે. તે છતાં તેની ફોર્મમાં કોઈ ઉણપ આવી નથી ટીમે નવમી વખત આઈપીએલની પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. બે વર્ષ બાદ આ ટીમ આઈપીએલમાં વાપસી કરી રહી છે. ધોનીની કેપ્ટનસીમાં આ ટીમે 06 વખત ફાઈનલ રમી છે અને બે વખત વિજેતા બની છે.
First published: May 19, 2018, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading