Home /News /sport /VIDEO: ક્રિસ ગેઇલે ડાઇવ લગાવીને પકડ્યો કરિયરનો સૌથી શ્રેષ્ઠ કેચ

VIDEO: ક્રિસ ગેઇલે ડાઇવ લગાવીને પકડ્યો કરિયરનો સૌથી શ્રેષ્ઠ કેચ

રાજસ્થાને 152 રનનો સ્કોર આપ્યો હતો જેને પંજાબે 18.4 ઓવરમાં ચાર વિકેટ ઝડપીને 155 રન બનાવી મેચ જીતી લીધી હતી

રાજસ્થાને 152 રનનો સ્કોર આપ્યો હતો જેને પંજાબે 18.4 ઓવરમાં ચાર વિકેટ ઝડપીને 155 રન બનાવી મેચ જીતી લીધી હતી

    મુંબઇ: IPLની હાલની સિઝનમાં યૂનિવર્સલ બોસ ક્રિસ ગેઇલનું બેટ તોફાન મચાવી રહ્યું છે. ગત કટેલાંક વર્ષમાં સૌથી ફિટ નજર આવી રહેલા ગેઇલને રાજસ્થાન  રોયલ્સ વિરુદ્ધની મેચમાં ખુબજ અદ્ભૂત કેચ પકડ્યો છે. ગેઇલે ડાઇવ લગાવીને આ કેચ ઝડપી લીધોહ તો. ગેઇલ આવી મજબૂત ફીલ્ડિંગ કરતાં ઘણો ઓછો જોવા મળે છે.

    ઇન્દોરનાં હોલકર સ્ટેડિયમ પર રમાઇ રહેલાં આ મેચમાં બેકવર્ડ પોઇન્ટ પર ફીલ્ડિંગ કરી રહેલાં ક્રિસ ગેઇલે આજિંક્ય રહાણેનો આ શાનદાર કેચ ઝડપ્યો હતો.

    મેચનાં ચોથા ઓવરમાં અક્ષર પટેલની બોલિંગ હતી. રાજસ્થાન ટીમનાં કેપ્ટન અજિંક્ય રહાણેએ તેની એક બોલ પર કટ મારી હતી. બોલ હવામાં ઉછાળી તો તે ક્રિસ  ગેઇલ તરફ ગઇ અને પહેલી નજરમાં એવું લાગે કે આ બોલ જમીનને ટચ થઇ ગઇ છે. પણ ગેઇલે લાંબી ડાઇવ લગાવીને બોલ જમીનને ટચ થાય તે પહેલાં જ તેને  ઝડપી પાડી હતી.



    જોકે એમ્પાયલરને ડાઉટ લાગતા તેણે થર્ડ એમ્પાયર પર નિર્ણય છોડ્યો હતો. જે બાદ રિપ્લેમાં જોયા બાદ સ્પષ્ટ થઇ ગયુ હતું કે ગેઇલે બોલ ઝડપી લીધો હતો.

    રાજસ્થાને 152 રનનો સ્કોર આપ્યો હતો જેને પંજાબે 18.4 ઓવરમાં ચાર વિકેટ ઝડપીને 155 રન બનાવી મેચ જીતી લીધી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Chris gayle, Ipl 2018

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन