MI Vs CSK : મુંબઈ ઈન્ડિયન્સે આઠ વિકેટે મેળવી જીત, રોહિતના શાનદાર 56*

News18 Gujarati
Updated: April 29, 2018, 12:09 AM IST
MI Vs CSK :  મુંબઈ ઈન્ડિયન્સે આઠ વિકેટે મેળવી જીત, રોહિતના શાનદાર 56*

  • Share this:
મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે થયેલા હાઈપ્રોફાઈલ મુકાબલામાં મુંબઈએ માત્ર બે બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મેળવી લીધી હતી.

આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જેમાં ચેન્નાઈએ પાંચ વિકેટના નુકશાને 169 રન બનાવ્યા હતા. જેમાં અંબાતી રાયડૂએ 46 અને સુરેશ રૈનાએ 75 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તે ઉપરાંત ધોની 26 અને શેન વોટ્સન 12 રન બનાવીને આઉટ થયા હતા. મુંબઈ તરફથી મેક્લેનઘન અને કૃણાલ પંડ્યાએ બે-બે વિકેટ અને હાર્દિક પંડ્યાએ એક વિકેટ ઝડપી હતી.

લેવિસ અને સૂર્યકુમાર યાદવે મુંબઈને ધીમી પરંતુ મક્કમ શરૂઆત અપાવી હતી, જેમાં સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે લેવિસ 43 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. આમ મુંબઈની વિકેટ વધારે પડી નહતી પરંતુ રનરેટ ઘટી ગઈ હતી.  જોકે, રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં 33 બોલમાં 56 રન ફટકારીને રોમાંચક બની ગયેલ મેચને બે ઓવર બાકી રહેલા ટીમને જીત અપાવી હતી. તે ઉપરાંત હાર્દિક પંડ્યાએ 8 બોલમાં 16 રન બનાવીને રોહિતને મદદ કરી હતી. ચેન્નાઈ તરફથી હરભજનસિંહ અને બ્રાવોને એક-એક વિકેટ મળી હતી.

આ જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે નીચેથી ત્રીજા નંબરે આવી ગઈ છે. જ્યારે આ હારથી ચેન્નાઈને કોઈ જ ફરક પડ્યો નથી અને તે પોઈન્ટ ટેબલમાં દસ પોઈન્ટ સાથે પહેલા સ્થાને બિરાજમાન છે.

આઈપીલએલની બે સૌથી હાઈપ્રોફાઈલ ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એકવાર ફરીથી આજે ટક્કર થઈ રહી છે. ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જ્યારે દિલ્હીની જીતથી મુંબઈ ઈન્ડિયન્સ અંતિમ સ્થાને પહોંચી ગઈ છે. એવામાં રોહિત શર્મા સામે મુંબઈને જીત અપાવવી સરળ રહેશે નહી.

કેપ્ટન રોહિત શર્મા પણ 6માંથીપાંચ મેચમાં અસફળ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ 94 રનની મેચ વિનિંગ ઈનિંગ છોડી દઈએ તો રોહિત પાંચ મેચોમાં 20 રનથી આગળ વધી શક્યો નથી. તે ઉપરાંત પોલાર્ડ પણ જોઈએ તેવા ફોમમાં નથી, અત્યાર સુધી તેમનો બલ્લો પણ ખામેશ જ રહ્યો છે. રોહિત, પોલાર્ડ, ઈવિન લૂઈસ અને હાર્દિક પંડ્યા જો બેટિંગમાં ચાલી જાય તો ટીમ મોટા સ્કોરનો પણ પીછો કરી શકે છે. પરંતુ અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજ ખેલાડીઓ તેમના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી.મુંબઈ પાસે બોલિંગ એટેક પણ શાનદાર છે. બૂમરાહ અને બાંગ્લાદેશી બોલર મૂસ્તફિઝૂર ડેથ ઓવર્સના માસ્ટર્સ છે પરંતુ જોઈએ તેવો પ્રદર્શન તેઓ પણ અત્યાર સુધી કરી શક્યા નથી. તે ઉપરાંત ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મિચેલ મેક્લેઘન પણ પાછળની ઓવરોમાં ઘણા બધા રન લૂટાઈ રહ્યો છે, તેવામાં મુંબઈ માટે બોલર્સને લઈને પણ ચિંતામાં છે.
First published: April 28, 2018, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading