CSK Vs DD : વોટ્સન-ધોનીની આક્રમક ફિફ્ટી, દિલ્હીને 13 રને હરાવ્યું

News18 Gujarati
Updated: May 1, 2018, 12:31 AM IST
CSK Vs DD : વોટ્સન-ધોનીની આક્રમક ફિફ્ટી, દિલ્હીને 13 રને હરાવ્યું

  • Share this:
દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાયેલ રોમાંચક મેચમાં ચેન્નાઈએ દિલ્હીને 13 રને હરાવ્યું. આ મેચમાં દિલ્હીને ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગ આપાવનું ભારે પડી ગયું હતું.

ચેન્નાઈએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટના નુકશાને 211 રન ફટકારી દીધા હતા. ચેન્નાઈ તરફથી ઓપનર શેન વોટ્સને શાનદાર શરૂઆત કરતાં 40 બોલમાં 78 રન ફટકારીને એક મોટો સ્કોર માટે પાયો નાંંખી દીધો હતો. વોટ્સન  બાદ ધોનીએ આક્રમક ફટકાબાજી કરીને માત્ર 22 બોલમાં પાંચ સિક્સ અને બે ફોર સાથે 51 રન ફટકારી દીધા હતા. જ્યારે રાયડૂએ 24 બોલમાં 41 રન ફટકાર્યા હતા. તે ઉપરાંત ડૂ પ્લેસિસે 33 રન બનાવ્યા હતા પરંતુ તે માટે તેને 33 બોલ રમ્યો હતો.

દિલ્હી તરફથી પંતે આક્રમક રમત રમતાં માત્ર 45 બોલમાં 4 સિક્સ અને સાત ફોર સાથે 79 રન ફટકારી દીધા હતા. તે ઉપરાંત કોલિન મૂનરોએ 16 બોલમાં 26 રન બનાવ્યા હતા. તે ઉપરાંત દિલ્હી તરફથી વિજય શંકરે પાછળથી ફટકાબાજી કરીને ચેન્નાઈને ટેન્શનમાં નાંખી દીધી હતી. વિજય શંકરે 31 બોલમાં 54 રન ફટકારી દીધા હતા.  આમ દિલ્હીને 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં પહેલી વખત રમતા કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને હરાવનર દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ આજે ઘાયલ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાઈ રહી છે. શનિવારે મુંબઈ ઈન્ડિયન્સે સુપરકિંગ્સને તેના નવા ઘરમાં પુણેમાં ખુબ જ સરળ રીતે આઠ વિકેટ માત આપી દીધી હતી. એવામાં સુપરકિંગ્સના સિંહ ઘાયલ છે. પોતાના હોમ ગ્રાઉન્ડમાં પાછલી મેચથી ટ્રેક પર ફરેલ ડેયરડેવિલ્સ ટીમ માટે ચેન્નાઈને હાર આપવી એક પડકાર સમાન રહેશે.

મેજબાનની સમસ્યા

ચેન્નાઈની બેટિંગ લાઈનઅપના સૌથી મજબૂત સ્તંભના રૂપમાં અંબાતી રાયડૂ ઉભરીને સામે આવ્યો છે. મુંબઈ વિરૂદ્ધ 46 રનની ઈનિંગ રમીને તે વર્તમાન આઈપીએલ સિઝનનો પહેલો ખેલાડી બન્યો જેને 300 રનના આંકડાને પાર કરી લીધો હતો. જોકે, આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર શેન વોટ્સન લય પરથી ભટકી ગયો છે. શેન વોટ્સને સદી ફટકાર્યા બાદની ઈનિંગ્સમાં 9, 7 અને 12 રન જ બનાવી શક્યો છે. આ ત્રણ મેચોમાં શેન વોટ્સન એકપણ વિકેટ પણ લઈ શક્યો નથી. તે ઉપરાંત ચેન્નાઈના પ્રભાવી બેટ્સમેન દીપક ચાહર બેથી ત્રણ સપ્તાહ માટે લીગમાંથી બહાર થઈ ગયો છે. આ બાબતોને સેટ કરવા માટે ધોનીને થોડી વધારે મહેનત કરવી પડશે. જોકે, ધોની માટે એક સારા સમાચાર તે છે કે, સાઉથ આફ્રિકાનો પેસર લૂંગી એન્ગિદી ફરીથી ટીમમાં જોડાઈ ચૂક્યો છે.
First published: April 30, 2018, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading