ધોનીની સેના હૈદરાબાદને હરાવીને ત્રીજી વાર બનશે ચેમ્પિયન, આ રહ્યું મોટું કારણ

News18 Gujarati
Updated: May 27, 2018, 11:33 AM IST
ધોનીની સેના હૈદરાબાદને હરાવીને ત્રીજી વાર બનશે ચેમ્પિયન, આ રહ્યું મોટું કારણ

  • Share this:
આઈપીએલ 11માં 59 મેચો પછી ટૂર્નામેની બે સર્વશ્રેષ્ઠ ટીમોનો નિર્ણય થઈ ગયો છે. રવિવારે એટલે 27 મેના સાંજે સાત વાગે મુંબઈના વાનખેડેમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઈઝર્સ વચ્ચે ચેમ્પિયન બનવા માટે ટક્કર થશે. બંને ટીમો દમદાર હોવાની સાથે-સાથે ચેમ્પિયન બનવાની ક્ષમતા રાખે છે અને આ વાતને માત્ર ક્રિકેટ પ્રેમીઓ જ નહી ક્રિકેટના જાણકાર પણ માને છે.

આઈપીએલમાં નવમી વખત રમી રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સ સાતમી વખત ફાઈનલમાં પહોંચી છે. બે વખત 2010 અને 2011માં ચેન્નાઈ ચેમ્પિયન બની જ્યારે ચાર વખત તેને રનર-અપ રહેવું પડ્યું છે. જ્યારે 2016માં ડેવિડ વોર્નરની કેપ્ટનસીમાં ચેમ્પિયન બનનાર હૈદરાબાદ બીજી વખત ફાઈનલમાં પહોંચી છે. સનરાઈઝર્સ ટીમએ આઈપીએલમાં 2015માં એન્ટ્રી કરી હતી.

આઈપીએલ 11માં ચેન્નાઈ Vs હૈદરાબાદ

વર્તમાન સિઝનમાં બંને ટીમો ત્રણ વાર ટકરાઈ ચૂકી છે, જેમાં ચેન્નાઈએ 3-0થી બાજી મારી છે. પહેલી લીગ મેચમાં ચેન્નાઈએ પોતાના વિરોધીઓને ચાર રન તો બીજી લીગ મેચમાં આઠ વિકેટથી માત આપી હતી. જ્યારે ક્વોલિફાયરમાં ચેન્નાઈએ ફાફ ડૂ પ્લેસિસના દમ પર હારેલ મેચ જીતીને પોતાની ક્ષમતાનો શાનદાર ઉદાહરણ રજૂ કર્યો હતો. આ મેચમાં ચેન્નાઈએ રોમાંચક અંદાજમાં બે વિકેટથી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. સાચું કહેવામાં આવે તો ખિતાબી મુકાબલામાં ચેન્નાઈને માનસિક લિડ મળવી નક્કી છે.

આ બંને ટીમનો સ્ટાર ખેલાડી

ચેન્નાઈ તરફથી અંબાતી રાયડૂએ ત્રણ મેચોમાં 79,100 અણનમ અને જીરો રનની ઈનિંગ રમી છે. જ્યારે દીપક ચાહરે ત્રણ મેચોમાં 3/15, 1/16 અને 1/31નો શાનદાર બોલિંગ સ્પેલ નાંખ્યો છે.જો સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો કેન વિલિયમ્સને ત્રણ મેચોમાં 84, 51 અને 24 રનની ઈનિંગ રમી છે. જ્યારે ટીમના સ્ટાર બોલર રાશિદ ખાને 1/49, 0/25 અને 2/11નો પ્રદર્શન કર્યો છે. રાશીદ ખાન એકમાત્ર એવો ખેલાડી છે, જે મેચની તસવીર બદલવાની ક્ષમતા રાખે છે.

વાનખેડે સ્ટેડિયમમાં બંનેનો રેકોર્ડ

આ મેદાન પર અત્યાર સુધી ધોની એન્ડ કંપનીએ 12 મેચ રમી છે, જેમાં તેને 06 મેચોમાં જીત મળી અને 06 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ઓરેન્જ આર્મીએ અહી પાંચ મેચોમાંથી માત્ર એક મેચમાં જ જીત મેળવી છે અને ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

જો આઈપીએલ અને ચેમ્પિયન્સ લીગ ટી20માં બંને ટીમોના આંકડા જોઈએ તો બંને 10 મેચો રમ્યા છે. ચેન્નાઈએ આઠ વખત અને સનરાઈઝર્સ હૈદરાબાદે માત્ર બે વખત જીત મેળવી છે. આમ આંકડાઓ પ્રમાણે જોઈએ તો ધોની એન્ડ કંપનીના પક્ષમાં ચેમ્પિયન ટ્રોફી જતી નજરે પડી રહી છે, પરંતુ મેચ વિશે કોઈપણ ધારણા 100 ટકા બાંધી શકાય નહી.
Published by: Mujahid Tunvar
First published: May 27, 2018, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading