Home /News /sport /

IPL Auction: ઓનલાઈન વોટિંગમાં ફેન્સની પ્રથમ પસંદ બેન સ્ટોક્સ

IPL Auction: ઓનલાઈન વોટિંગમાં ફેન્સની પ્રથમ પસંદ બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ (ફાઈલ તસવીર)

આ માટે ઓનલાઈન વોટિંગની શરૂઆત 15મી જાન્યુઆરી 2018ના રોજ કરવામાં આવી હતી.

    ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની આગામી સિઝન માટે આઠ ટીમમાંથી સાત ટીમના પ્રશંસકો ઇચ્છે છે કે ઇંગ્લેન્ડના હરફનમૌલા ખેલાડી બેન સ્ટોક્સ તેમની ટીમ માટે રમે. આ વાતની જાણકારી ઓનલાઈન કરવામાં આવેલા વોટિંગમાં મળી હતી.

    આઈપીએલ-11ને અલગ અંદાજમાં રજૂ કરવા માટે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત પ્રથમ ચૂંટણીમાં ક્રિકેટના ચાહકોએ આઈપીએલની આગામી સિઝન માટે પોતાની પસંદગીની ટીમ માટે તેમના પસંદગીના ખેલાડીઓની પસંદગી કરી હતી.

    આ માટે ઓનલાઈન વોટિંગની શરૂઆત 15મી જાન્યુઆરી 2018ના રોજ કરવામાં આવી હતી. જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ખેલાડીઓને બે જૂથમાં રાખવામાં આવ્યા હતા. એક જૂથમાં 30 સ્ટાર ખેલાડીઓને રાખવામાં આવ્યા હતા જ્યારે બીજા જૂથમાં 20 અનકેપ્ડ ખેલાડીઓને રાખવામાં આવ્યા હતા. વોટિંગ 25મી જાન્યુઆરીના રોજ પૂરુ થયું હતું. આ વોટિંગમાં આઠમાંથી સાત ટીમના ખેલાડીઓ ઇચ્છે છે કે સ્ટોક્સ તેની ટીમમાંથી રમે.

    સ્ટાર ખેલાડીઓમાં ચેન્નાઈ સુપર કિંગ્સના 26 અને રાજસ્થાન રોયલ્સના 46 ટકા પ્રશંસકો ઇચ્છે છે કે ન્યૂઝીલેન્ડના બ્રેડન મૈક્કુલમ તેમની ટીમ માટે રમે. ત્યારે દિલ્હી ડેરડેવિલ્સના 41 અને કિંગ્સ ઇલેવન પંજાબના 22 ટકા ખેલાડીઓ ઇચ્છે છે કે અંજિક્ય રહાણેને પોતાની ટીમની જર્સીમાં જોવા માંગે છે.

    અનકેપ્ડ ખેલાડીઓમાં બાસિલ થંપીને આઠમાંથી સાત ટીમના ખેલાડીઓ પોતાની ટીમમાં ઇચ્છે છે. તો મુંબઈ ઇન્ડિયન્સના 49 ટકા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 27 ટકા પ્રશંસકો ઇચ્છે છે કે કૃણાલ પંડ્યા તેમની ટીમ માટે રમે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ben stokes, England, IPL 2018 Auction, IPL Online Voting, Season 11, આઇપીએલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन