કોહલીએ સુપરમેનની જેમ પકડ્યો કેચ, અનુષ્કાનું રિએક્સન જુઓ VIDEOમાં

કોહલીએ સુપરમેનની જેમ પકડ્યો કેચ, અનુષ્કાનું રિએક્સન જુઓ VIDEOમાં

 • Share this:
  આઈપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં રમાનારી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હારનો સિલસિલો ખતમ થવાનું નામ જ નહીં લઇ રહ્યું. કોલકત્તા સામે રવિવારે રમાયેલી મેચમાં ટીમને છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

  કેપ્ટન વિરાટ કોહલીએ 68 રનની ઇનિંગ રમવા છતાં બેંગ્લોરની ટીમ 175 રનનો સ્કોર બનાવી શકી હતી. જ્યારે વિરોધી ટીમમાં ઓપનિંગ બેટ્સમેન ક્રિસ લિને 62 રનની ધમાકેદારી ઇનિંગ રમીને કોલકત્તાને વિજય અપાવ્યો હતો.  ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેંગ્લોરની ટીમની ફિલ્ડિંગ પણ ખૂબ જ ખરાબ રહી હતી. અનેક કેચ આઉટ અને રન આઉટની તક ગુમાવવી છેવટે બેંગ્લોરને હાર માટે કારણભૂત બની હતી. જોકે, વિરાટ કોહલીએ વિરોધી કેપ્ટન દિનેશ કાર્તિકનો શાનદાર કેચ પકડ્યો હતો. જોકે, ત્યારે બેંગ્લોરની હાર થઇ ચૂકી હતી.  વિરાટનો કેચ પકડવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે. તેના સુપર મેન જેવો અંદાજ જોઇને પત્ની અનુષ્કા શર્માનું રિએક્શન પણ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયું હતું.

  ઉલ્લેખનીય છે કે, 19મી ઓવરમાં મોહમ્મદ શિરાઝની બોલમાં દિનેશ કાર્તિકે બોલરના માથીની ઉપરથી શોર્ટ માર્યો હતો. પહેલી નજરમાં એવું લાગતું હતું કે, બોલ આઉન્ડ્રી લાઇનની બહાર થઇ જશે. ત્યારે લોંન્ગ ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા વિરાય કોહલીએ સુપરમેનની જેમ ડાઇવ લગાવીને કેચ પકડ્યો હતો. કેચને જોઇને પત્ની અનુષ્કા શર્મા હેરન થઇ ગઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે.
  Published by:Ankit Patel
  First published:April 30, 2018, 17:14 pm

  ટૉપ ન્યૂઝ