ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે દુનિયાના બધા ખેલાડીઓ બેબાકળા બને છે. આ એક એવું સ્ટેજ છે જ્યાં ખેલાડીઓ રાતો રાત સ્ટાર બની જાય છે. આ લીગમાં રમવા માટે બેટ્સમેન કંઇ પણ કરી છૂટે છે. કંઇક એવું જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિંચે કર્યું છે. તેઓ લગ્ન પછી પોતાનું હનીમૂન છોડીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા આવ્યા છે.
એરોન ફિંચે આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. લગ્ન હોવાના કારણે તેઓ પહેલી મેચ રમી શક્યા ન્હોતા. પરંતુ હવે તેઓ ભાર પહોંચી ગયા છે. તેમણે નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
એરોન ફિંચના લગ્ન 7 એપ્રિલના દિવસે થયા હતા. આ દિવસે આઇપીએલની શરૂઆત થઇ હતી. લગ્નના કરાણે ફિંચ કિંગ્સ ઇલેવન પંજાબની પહેલી મેચ રમી શક્યા ન્હોતા. જોકે તેની ઉણપ ટીમને નડી નહીં કારણે એલ રાહુલની ધમાકેદાર અર્ધશતકે પંજાબને દિલ્હી સામે સરળ જીત અપાવી દીધી હતી.
એરોન ફિંચને આઇપીએલમાં 65 મેચનો અનુભવ છે. જેમાં તેમણે 27.65 રનરેટથી 1604 રન બનાવ્યા હતા. ફિંચે આઇપીએલમાં 13 ફિફ્ટી ફટકારી છે. એરોન ફિચના નામે ઇન્ટરનેશનલ ટી20માં સૌથી ખરાબ ઇનિંગ રમવાનો રેકોર્ડ છે. તેઓ વર્ષ 2013માં ઇંગ્લેન્ડ સામે 156 રનની ઇનિંગ રમી ચૂક્યા છે. જેમાં તેમણે 11 ચોક્કા અને 14 સિક્સ લગાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર