ક્રિશ ગેઇલ અને એલ રાહુલની ધમાકેદાર બેટિંગથી કિંગ્સ ઇલેવન પંજાબે ઇડન ગાર્ડનમાં કોલકત્તા નાઇટરાઇડર્સને નવ વિકેટથી હરાવ્યું છે. ચાલુ મેચમાં વરસાદ પડવાના કારણે ડકવર્થ લુઇસના નિયમના આધારે આ મેચનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબને જી માટે 192 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં ગેઇલ અને રાહુલે પંજાબ માટે તોફાની શરૂઆત કરી હતી. બંનેએ 8.2 ઓવરમાં 96 રન બનાવ્યા હતા પરંતુ ત્યારે જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો અને મેટને રોકવી પડી હતી.
વરસાદ પછી જ્યારે મેચ શરૂ થઇ ત્યારે પંજાબને 13 ઓવરમાં 125 રનનો લક્ષ્ય મળ્યો હતો. ગેઇલે અણનમ 62 રન અને એલ રાહુલે તોફાની 60 રનની ઇનિંગ રમ હતી. આમ 11.1 ઓવરમાં જ લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે પંજાબની ટીમ પોઇટ્સ ટેબલમાં ટોપ ઉપર પહોંચી ગઇ છે. પંજાબ 5માંથી 4 મેચ જીતી છે. જ્યારે કેકેઆરની ટીમ 6માંથી 3 મેચ હારી છે.
આ રગેસા ક્રિશ લિને કોલકત્તા માટે 74 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 6 ફોર અને 4 સિક્સ લગાવી હતી. રોબિન ઉથપ્પાએ 34 રનની ઇનિંગ રમી હતી. તેમણે લિનની સાથે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. દિનેશ કાર્તિકે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. પરંતુ તેમની આ ઇનિંગ પણ કોલકત્તાને જીત ન અપાવી શકી. માત્ર 27 બોલમાં 60 રન બનાવનારા એલ રાહુલને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ગેઇલે બનાવ્યો આ રેકોર્ડ
આ મેચમાં ક્રિસ ગેઇલે ફિફ્ટી ફટકારી હતી. એવું પહેલી વખત બન્યું છે કે, ગેઇલે આઇપીએલમાં સતત ત્રણ ઇનિંગ્સમાં 50થી વધારે રન બનાવ્યા હોય. આ ઉપરાં ક્રિશ ગેઇલે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 229 રન પણ થશે. જેના થકી તેમણે ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે. ગેઇલે ત્રણ મેચોમાં સૌથી વધારે 21 સિક્સ ફટકારી ચૂક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર