ચેન્નાઇ સુપરકિંગ્સ સામે કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાની મેચ ગુમાવી દીધી હોય પરંતુ તેના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલે બધા ફેન્સનું દિલ જીતી લીધું હતું. આંદ્રે રસેલે આ મેચમાં 365 બોલમાં અણનમ 88 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન 11 સિક્સ ફટકારી હતી. રસેલની ટેકનિક ભલે એટલી સારી ન હોય પરંતુ તેમની અંદર એટલી તાકાત છે કે તે બોલને આસાનીથી બાઉન્ડ્રી બહાર પહોંચાડી દે છે. જોકે, આંદ્રે રસેલ પોતાની તાકાત માટે અજીબોગરીબ કામ કરે છે. જે જાણીને તમે દંગ રહી જશો.
ન્હાતા પહેલા અને નાહ્યા પછી દરરોજ ડિપ્સ લગાવે છે આંદ્રે રસેલને જીમ કરવું કંઇ ખાસ પસંદ નથી. તેઓ ફ્રી વેટ વર્ક આઉટમાં વિશ્વાસ રાખે છે. આંદ્રે રસેલે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ન્હાતા પહેલા અને નાહ્યા પછી દરરોજ ડિપ્સ લગાવે છે.
રાત્રે 12 વાગે વર્ક આઉટ કરેશે આંદ્રે રસેલ તમને એ જાણીને હેરાન થશો કે આંદ્રે રસેલ રાત્રે 12 વાગે વર્ક આઉટ કરે છે. અને તે મોટાભાગે પોતાનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે.
દાદીના કહેવા પર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું આંદ્રે રસેલ ક્રિકેટ રમવા ઉપરાંત ફૂટબોલ પણ રમે છે. શરૂાતી તબક્કામાં આંદ્રે રસેલ ધોનીની જેમ ફૂટબોલર હતા. તેમણે પોતાની દાદીના કહેવા પર 17 વર્ષની ઉમરતી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
આંદ્રે રસેલ એક સારા રનર પણ છે. રસેલના પ્રમાણે તેઓ સ્કૂલના દિવસોમાં 100 મીટર રેસ 10.45 સેકન્ડમાં પૂરી કરતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર