નવી દિલ્હી : દુનિયાની સૌથી મોટી અને સુપ્રસિદ્ધ ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) લોન્ચ થયા બાદ BCCI આર્થિક રીતે સફળતાની ટોચે છે. એક તરફ કોરોના મહામારીને કારણે વિશ્વભરના ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓના પગારમાં કાપ મુકવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી તરફ BCCIએ આવું કરવાનું કંઈ વિચાર્યું પણ નહોતું. કારણ કે બોર્ડ પાસે ખૂબ પૈસા છે. ત્યારે હવે BCCI ફરી એકવાર પોતાના ખજાનામાં વૃદ્ધિ કરવા જઈ રહ્યું છે. BCCI હવે IPL 2022 માટે બે નવી ટીમો લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેની કિંમત સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જાવ તો નવાઈ નહીં.
ક્રીકબઝના રિપોર્ટ અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી ટીમની બેઝ પ્રાઇસ 1800 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. પરંતુ બોલી દરમિયાન ટીમ 2200થી 2900 કરોડ રૂપિયા સુધીમાં વેચાઈ શકે છે. એટલે કે બે નવી ટીમો વેચાયા બાદ BCCIનો ખજાનો ભરાઈ જશે તે વાત નક્કી છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની કિંમત 2700થી 2800 કરોડ રૂપિયા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની કિંમત 2200-2300 કરોડ જેટલી છે. તો રાજસ્થાન રોયલ્સની કિંમત 1855 કરોડ છે.
મળતી માહિતી મુજબ, IPLની 2 નવી ટીમોની હરાજી આગામી મહિને જુલાઈમાં થઇ શકે છે. આ અંગે BCCI કામ કરી રહ્યું છે. હવે સવાલ છે કે આ 2 ટીમો કાયા શહેરની હશે? ત્યારે મનાય છે કે, બેમાંથી એક ટીમ અમદાવાદની હોઈ શકે છે. અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવાયું છે, જેને પીએમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. અહીં IPL 2021ની કેટલીક મેચ પણ રમાઈ હતી. અગાઉ ગુજરાત લાયન્સ પણ IPLમાં રમી ચૂકી છે. ત્યારે આગામી IPLમાં અમદાવાદની કોઈ ટીમ રમે તો નવાઈ નહીં.
" isDesktop="true" id="1109682" >
સાથે જ IPL 2022માં UPની ટીમ પણ હોઈ શકે છે. માનવામાં આવે છે કે, આ મામલે લખનઉનો દાવો મજબૂત છે. લખનઉમાં પણ એક નવું સ્ટેડિયમ બનાવાયું છે, જ્યાં કેટલીક ઇન્ટરનેશનલ મેચો રમાઈ ચૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર