IPL 2022: આઈપીએલની આગલી સિઝનમાં 8ની જગ્યાએ 10 ટીમો ઉતરશે. બીસીસીઆઈ (BCCI) 2 ટીમોની નિલામી 17 ઓક્ટોબરે કરી શકે છે. જાન્યુઆરી 2022માં આઈપીએલનું મેગા ઓક્શન થઈ શકે છે.
નવી દિલ્લી: બીસીસીઆઈ (BCCI)એ આઈપીેલની 2 નવી ટીમો માટે નિલામી કરવા માટે તૈયારી કરી લીધી છે. 17 ઓક્ટોબરે નિલામી થવાની શક્યતાઓ છે. 2022માં આઈપીએલમાં (IPL 2022)માં 8 ની જગ્યાએ 10 ટીમો સામેલ કરવામાં આવશે. જે અંગે જાન્યુઆરીમાં મેગા ઓક્શન થઈ શકે છે. બોર્ડને 2 નવી ટીમોની નિલામીથી આશરે 5000થી 6000 કરોડનું નુકશાન થઈ શકે છે.
ક્રિકબઝના અહેવાલ અનુસાર બીસીસીઆઈએ તમામને તારીખ અંગે માહિતી આપી હતી. ટેન્ડરના દસ્તાવેજો 5 ઓક્ટોબર સુધી ખરીદી શકાય છે. હરાજી 17 ઓક્ટોબરે થઈ શકે છે. તે પણ જાણીતું છે કે, ઇ-હરાજી થશે નહીં. બંધ બિડિંગ પ્રક્રિયા જૂના નિયમ મુજબ અનુસરવામાં આવશે. એક ટીમ 2 ખેલાડીઓને જાળવી શકે છે. 2ને રઈટ ટ મેચથી સામેલ કરવામાં આવશે.
દરેક ટીમને 14 થી 18 મેચ રમવી પડશે
ટીમોની સંખ્યામાં વધારો થતાં દરેક ટીમને 14 કે 18 લીગ મેચ રમવી પડી શકે છે. દરેક ફ્રેન્ચાઇઝીને હોમ વેન્યુ પર 7 મેચ અને દૂર મેદાન પર 7 મેચ રમવાની હોય છે. દરેક ટીમને 7-7 મેચ રમવાની તક મળે છે. પરંતુ ટીમો વધવાના કારણે જો દરેક ટીમે 18 મેચ રમવાની હોય તો ટુર્નામેન્ટનો સમય વધશે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ પર અસર પડશે. લીગ મેચોની સંખ્યા 74 અથવા 94 હોઈ શકે છે. આગામી સીઝનમાં 74 મેચ થશે. ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવશે.
સંજીવ ગોયન્કા લખનઉની ટીમ ખરીદી શકે છે
આરપીએસજી ગ્રુપના સંજીવ ગોયન્કા લખનઉની ટીમ ખરીદવાની રેસમાં છે. તે ભૂતકાળમાં પુણે ફ્રેન્ચાઇઝીના માલિક પણ રહી ચૂક્યા છે. બે નવી ટીમોની વાત કરીએ તો અમદાવાદ, લખનૌ, ઇન્દોર, કટક, ગુવાહાટી અને ધર્મશાળા ફ્રેન્ચાઇઝી ટીમોની રેસમાં છે. જેમાં લખનૌ અને અમદાવાદ મોખરે છે.
મહત્વનું છે કે, આઈપીએલની વર્તમાન સિઝન કોરોનાને કારણે 29 મેચો રમાયા બાદ સ્થગિત કરવામાં આવી હતી. દેશમાં વધી રહેલા કોરોના કેસને કારણે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી. હવે આઈપીએલના બીજા ચરણની મેચો યુએઈમાં આયોજીત કરવામાં આવી છે. જે 19 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે જેમાં પહેલી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આયોજીત થશે. આ સાથે પોઈન્ટ ટેબલ પર પ્રથમ નંબર પર દિલ્લીની ટીમ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર