Home /News /sport /

ફરી એક વખત બદલાયુ IPLનું શેડ્યૂલ, થયા બે મોટા ફેરફાર!

ફરી એક વખત બદલાયુ IPLનું શેડ્યૂલ, થયા બે મોટા ફેરફાર!

કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીને કારણે IPL-2018ની બે મેચમાં બદલાવ કરવામાં આવ્યો છે

કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીને કારણે IPL-2018ની બે મેચમાં બદલાવ કરવામાં આવ્યો છે

    નવી દિલ્હી: કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીને કારણે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 11મી સિઝનની બે મેચમાં બદલાવ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરૂવારે તેની જાણકારી આપી હતી.

    BCCIએ એક નિવેદનમાં કહ્યું કે, કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીને કારણે IPL-2018ની બે મેચમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં 21 એપ્રિલની
    દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે દિલ્હીમાં રમાવવાની હતી. જે હવે બેંગલુરૂમાં જ રમાશે. આ સાથે જ બેંગલુરૂમાં દિલ્હી અને બેંગલુરૂ વચ્ચે 12 મેનાં રોજ રમાનારી 45મી મેચ આ જ તારીખે દિલ્હીમાં રમાશે.

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત હાલમાં જ થઇ છે. જ્યારે IPLનો શેડ્યુલ ક્યારનું જાહેર થઇ ગુય હતું. 12 મેનાં રોજ કર્ણાટકની 224 વિધાનસભા સીટ પર વોટિંગ થશે. જેને કારણે IPL મેચ દરમિયાન સુરક્ષા નહીં આપી શકાય. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો 15 મેનાં રોજ હોવાથી આ દરમિયાન બેંગ્લુરૂમાં પણ IPL મેચ નહી થાય.

    આપને જણાવી દઇએ આ સીઝનમાં પહેલાં પણ મેચમાં કાર્યક્રમમાં બદલાવ થયો છે. ચંદીગઢ એરપોર્ટ પર સમારકામ ચાલી રહ્યું છે જેની કારણે પંજાબની મેચમાં
    બદલાવ કરવામાં આવ્યો છે. બદલાયેલાં કાર્યક્રમ હેઠળ લીગની પહેલી ત્રણ મેચ હવે મોહાલી સ્ટેડિયમમાં રમાશે અને તે બાદ બાકીની ચાર મેચ પંજાબની ટીમ
    ઇંદોરમાં રમશે. IPLની 11મી સિઝન 7 એપ્રિલથી શરૂ થવા જઇ રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Changes, Ipl 11, IPL matches, Schedule, Sports news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन