IOC Session 2023: 40 વર્ષ બાદ ભારત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું (International Comitte session) યજમાન બનશ.ભારતે ચીનના બેઇજિંગમાં (Beijing) યોજાયેલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (IOC Members 139th session) 139માં સેશનમાં શનિવારે આઈઓસી સદસ્ય નીતા અંબાણી (IOC Member Nita Ambani)ની આગેવાનીમાં આ નિર્ણય ભારતની તરફેણમાં લાવી શકાયો છે. મુંબઈમાં યોજાનારા આગામી સત્રના આયોજનથી ભારત પોતાના ઓલિમ્પિકસનું આયોજન કરવાના સ્વપ્નની દિશામાં એક કદમ આગળ વધ્યું છે.
આઈઓસી કમિટીનું ભારતમાં આ બીજીવાર આયોજન થશે. અગાઉ વર્ષ 1983માં નવી દિલ્હીમાં આ સેશન યોજાયું હતું. વર્ષ 2019માં ઓગસ્ટમાં આઈઓસી સમિતિ જિયો વર્લ્ડ સેન્ટર જોવા માટે આવી હતી. આ સેન્ટર જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત માર્ચ 2022માં નક્કી થયું હતું કે મુંબઈ આ સત્રની યજમાની કરશે.
આ સત્ર અંગે આઈઓસીના સદસ્ય શ્રીમતિ નીતા અંબાણીએ જણાવ્યું કે ' પ્રતિષ્ઠીત ઓલિમ્પિક કાર્યક્રમના યજમાનપદ માટેના કાર્યક્રમમાં પ્રસ્તુ થયેલા પ્રતિનિધી મંડળની આગેવાની કરવું એ સન્માનની વાત છે. ભારતના ઓલિમ્પિક કાર્યક્રમ માટે આ ખૂબ મહ્તપૂર્ણ બાબત છે. આ સત્ર ભારતમાં યોજાવાથી રમતગમતની દિશામાં એક નવા યુગની શરૂઆત કરાવશે.'
તેમણે ઉમેર્યુ કે 'ભારત વિશ્નો સૌથી યુવા દેશ છે. હું ભારતના યુવાનો માટે ખૂબ ઉત્સાહી છું. ભારતના યુવાનો ઓલિમ્પિક્સમાં આવી અને પ્રથમદર્શી અનુભવ મેળવી શકે છે. ભારતમાં ઓલિમ્પિક્સ રમતોનું આયોજન કરવાના અમારા સ્વપ્નને આ કાર્યક્રમ થકી બળ મળશે'
યુવાનો માટે નીતા અંબાણીનું ખાસ ફોકસ
નીતા અંબાણી ભારતના યુવાનોને રમતગમતના અવસરો આપવા માટે પ્રતિબ્ધ છે. તેઓ યુવાનો માટે રમતને પ્રોત્સાહન આપવા માટે ફોકસ કરી રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે આ કાર્ય તેમની આગેવાનીમાં થઈ રહ્યુ છે. 139માં સત્રમાં તેમણે ભારતના ઓલિમ્પિક્સ યજમાન પદના સ્વપ્નની દિશામાં આગળ વધવા માટે આગેવાની આપી અને સબળ ઉદાહરણ આપ્યું છે. મુંબઈમાં યોજાનાર આઈઓસી સેશન ભારત માટે એક ઐતિહાસીક ક્ષણ હશે. આનાથી ભારતીય રમત ગમત ક્ષેત્રની સ્થિતિ બદલાઈ જશે.
મુંબઈમાં યોજાનાર આઈઓસી સેશન ભારત માટે એક ઐતિહાસીક ક્ષણ હશે. આનાથી ભારતીય રમત ગમત ક્ષેત્રની સ્થિતિ બદલાઈ જશે.
આઈઓસી સેશન શું છે?
આઈઓસી સેશન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના સભ્યોની બેઠક છે. આ બેઠકમાં ભવિષ્યમાં યોજાનારા ઓલિમ્પિક્સ કાર્યક્રમના દેશ, શહેરના યજમાન પદ અંગે ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત ઓલિમ્પિક્સ અભિયાનની ગતિવિધીઓ પર ચર્ચા કરવામાં આવે છે. 2023માં મુંબઈમાં યોજાનારા આઈઓસી સેશનની દુનિયાના રમત જગત ઉરાંત વૈશ્વિક મીડિયામાં ભારતની ચર્ચા થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર