પાક શૂટર્સના વિઝા રદ કરવાના લીધે, IOCએ દેશમાં ઑલિમ્પિકના તમામ આયોજન પર પ્રતિબંધ મૂક્યો

ભારત લેખિતમાં આવું ન થવાની બાહેંધરી આપે ત્યા સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે.

દિલ્હીમાં યોજાઈ રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બે શૂટર્સને વિઝા અપાયા નહોતા જેના પગલે આઈઓસીએ ભારત વિરુદ્ધ આ પગલું ભર્યુ

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ રમતના મેદાન સુધી પહોંચી ગયો છે. ગુરૂવારથી દિલ્હીમાં શર થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના શૂટર્સને ભાગ લેવા માટે વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. શૂટર્સના વિઝા કેન્સલ થવાના લીધે પાકિસ્તાનના શૂટર્સે ઇન્ટરનેશલ ઑલિમ્પિક કમિટીમાં રજૂઆત કરી હતી. શૂટર્સને વિઝા ન આપવાના ભારતના નિર્ણયને વખોડતા ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીએ ભારતમાં ઑલિમ્પિકના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારતમાં ગ્લોબલ સ્પોર્ટ્સના કોઈ પણ આયોજન યોજી નહીં શકાય.

    આ પણ વાંચો: પાકિસ્તાનને જોરદાર ફટકો, આતંકવાદના મુદ્દે UNSCમાં ચીને ભારતને સાથ આપ્યો

    ઇન્ટરનેશનલ ઑલિમ્પિક સમિતિએ જણાવ્યું, “ ભારત સરકાર અને ઑલિમ્પિક સમિતિ યોગ્ય સમયે ખેલાડીઓને સ્પર્ધા સુધી પહોંચાડી શકી નહીં, જેના પગલે આઈઓસીએ નિર્ણય લીધો છે કે ભારતમાં ભવિષ્યમાં યોજાનારી તમામ ગ્લોબલ ઇવેન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે ભારતમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ કરવાની પરવાનગી નહીં મળે. આ પ્રતિબંધ ત્યા સુધી રહેશે જ્યાં સુધી ભારત સરકાર ભવિષ્યમાં આવું નહીં થવાની લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યા સુધી આ પ્રતિબંધ રહેશે.”

    આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ શોપિયામાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન શરુ

    આઈઓસીએ અન્ય સ્પોર્ટ્સ ફેડરેશન સમક્ષ પણ માંગણી કરી છે કે ભારત પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાની શૂટર્સના વિઝા રદ્દ કર્યા ત્યાર બાદ કમિટીએ ભારતને ઑલિમ્પિકના આેપાલ 16 કોટા પણ પરત લઈ લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાચાર ભારતમાં માટે મોટો ઝટકો છે, ભારતીય ઑલિમ્પિક સંઘે 2026 યૂથ ઑલિમ્પિક્સ, 2030 એશિયન ગેમ્સ અને 2032 ઑલિમ્પિક્સને ભારતમાં યોજવાની તૈયારી કરી હતી.
    Published by:Jay Mishra
    First published: