જ્યારે ઈન્ઝમામે ઠોક્યા 37 બોલમાં 60 રન... અને રડી પડ્યું આખું ન્યૂઝીલેન્ડ!

News18 Gujarati
Updated: March 21, 2018, 7:11 PM IST
જ્યારે ઈન્ઝમામે ઠોક્યા 37 બોલમાં 60 રન... અને રડી પડ્યું આખું ન્યૂઝીલેન્ડ!

  • Share this:
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકનું નામ ક્રિકેટની દુનિયામાં એક ખુબ જ દિલચસ્પ વ્યક્તિની લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. ઈન્ઝમામ પોતાની કેપ્ટનસી અને ત્યાર બાદ પોસ્ટ મેચ ઈન્ટરવ્યુંની સાથે-સાથે પોતાની શાનદાર બેટ્સમેન તરીકે ફેમસ હતો. ઈન્ઝમામે 26 વર્ષ પહેલા આજના દિવસે 21 માર્ચ 1992ના દિવસે એક એવી ઈનિંગ રમી હતી, જેને પાકિસ્તાન જ નહી પરંતુ દુનિયાના દરેક ક્રિકેટ ફેન્સ યાદ કરે છે.

1992 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઈન્ઝમામે કિવી ટીમ વિરૂદ્ધ માત્ર 37 બોલમાં 60 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા સાથે વર્લ્ડકપની મેજબાની કરી રહેલ ન્યૂઝીલેન્ડની ટીમ ખિતાબના રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ઓકલેન્ડમાં રમાયેલ આ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનને 263 રનોનો એક મોટો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ પાકિસ્તાન ટીમે 140 રનો પર ઈમરાન ખાન, આમિર સોહેલ, રમીજ રાજા અને સલીમ મલિકની વિકેટો ગુમાવી દીધી હતી.

એવામાં યુવા બેટ્સમેન ઈન્ઝમામ મેદાનમાં ઉતર્યો અને આવતાની સાથે જ ગજબના શોર્ટસનો વરસાદ કરી નાંખ્યો હતો. ઈન્ઝમામે 7 ચોગ્ગા અને એક સિક્સ ફટકારતા માત્ર 37 બોલમાં 60 રન બનાવીને આખી મેચની તસવીર બદલી નાંખી હતી. ઈન્ઝમામે જાવેદ મિયાંદાદ સાથે 10 ઓવરમાં 87 રનની પાર્ટનરશીપ કરી. પરંતુ જ્યારે પાકિસ્તાનને 8 બોલમાં 9 રનની જરૂરત હતી ત્યારે ઈન્ઝમામ રન આઉટ થઈ ગયો. જોકે અંતે મોઈન ખાને ક્રિસ હેરિસની બોલ પર એક સિક્સ અને એક ફોર લગાવીને પાકિસ્તાનને વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચાડી દીધી હતી. ત્યાર બાદ પાકિસ્તાન ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.
First published: March 21, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading