ઇન્ઝમામ ઉલ હકનો દાવો, વર્લ્ડ કપમાં ભારતને હરાવશે પાકિસ્તાન

ઇન્ઝમામ ઉલ હકનો દાવો, વર્લ્ડ કપમાં ભારતને હરાવશે પાકિસ્તાન

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 1992, 1996, 1999, 2003, 2011 અને 2015ના વર્લ્ડ કપમાં હરાવ્યું છે

 • Share this:
  પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે દાવો કર્યો છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં તેમની ટીમ ભારતને હરાવી દેશે. ઇન્ઝમામે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ 16 જૂને રમાનાર મેચમાં ભારત સામે સતત છ હારનો સિલસિલો તોડવામાં સફળ રહેશે. પાકિસ્તાન હજુ સુધી વર્લ્ડ કપમાં ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 1992, 1996, 1999, 2003, 2011 અને 2015ના વર્લ્ડ કપમાં હરાવ્યું છે.

  ઇન્ઝમામે કહ્યું હતું કે લોકો ભારત ને પાકિસ્તાનને મેચને ઘણી ગંભીરતાથી લેતા હોય છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે જો અમે ભારત સામે ફક્ત વર્લ્ડ કપમાં જીત મેળવી લો તો પણ અમને ખુશી થશે. મને આશા છે કે અમે ભારત સામે વર્લ્ડ કપ મેચમાં પરાજયનો સિલસિલો તોડવામાં સફળ રહીશું.

  આ પણ વાંચો - વર્લ્ડ કપમાં આ 5 હસીનાઓ મેદાનમાં લગાવશે ‘આગ’

  ઇન્ઝમામે કહ્યું હતું કે વર્લ્ડ કપનો મતલબ ફક્ત ભારત સામે રમાનાર મેચ નથી. પાકિસ્તાનમાં અન્ય ટીમોને પણ હરાવવાની ક્ષમતા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વન-ડેમાં સતત 10 પરાજય મેળવી વર્લ્ડ કપમાં રમવા આવ્યું છે. વર્લ્ડ કપની વોર્મ મેચમાં અફઘાનિસ્તાન સામે પણ પરાજય થયો હતો. આ પહેલા ઇંગ્લેન્ડ સામે 4-0થી અને ઓસ્ટ્રેલિયા સામે 5-0થી પરાજય થયો હતો.

  પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની હંમેશા પ્રતિક્ષા રહે છે. જોકે તમે ખેલાડીઓને પુછો તો પ્રશંસક જે રીતે જોવે છે તેનાથી બિલકુલ અલગ છે. જ્યારે તમે સ્ટેડિયમમાં પ્રવેશ કરો છો ત્યારે પ્રશંસકોના રોમાંચનો અનુભવ કરો છો પણ મેદાનમાં પગ રાખતા જ તે પ્રોફેશનલ બને છે.
  Published by:Ashish Goyal
  First published: