International Olympic Day 2021: ભારતના આ ઓલિમ્પિયન્સે દેશનું નામ કર્યું રોશન

અનેક ભારતીય રમતવીરોએ ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશનું સન્માન વધાર્યું છે. (ફાઇલ તસવીર)

અનેક ભારતીય રમતવીરોએ ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશનું સન્માન વધાર્યું છે

  • Share this:
રમત ગમત ક્ષેત્રે ભારતની ક્ષમતા ઓલિમ્પિક (Olympic)માં જીતેલ મેડલના આધાર પર ન કરી શકાય. દેશે અત્યાર સુધીમાં 26 મેડલ જીત્યા છે, જેમાં 9 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 11 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આગામી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લીટ્સના પ્રદર્શનમાં સુધારો થઈ શકે છે.
ભારતીય રમત ગમત ક્ષેત્રે અનેક રમતવીરોએ ભારત તરફથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભારતને ઊંચાઈ પર લઈ ગયા છે.

આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day 2021) છે. ભારતના સૌથી ઉત્કૃષ્ટ ઓલિમ્પિયન્સ વિશે અહીં માહિતી આપવામાં આવી છે. દરેક એથ્લીટે રમત ગમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતને વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે, દરેક એથ્લીટ તેમની રીતે ખૂબ જ મહાન છે.

ધ્યાનચંદ (હોકી)- Dhyan Chand (Hockey)

વ્યક્તિગત રમત ગમત ક્ષેત્રે આગળ વધ્યા પહેલા હોકીની રમતને એક ઉત્કૃષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું. હોકીના કારણે ભારતને વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટેની તક મળી હતી. મહાન ભારતીય ઓલિમ્પિયન્સની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલા ધ્યાનચંદનું નામ લેવામાં આવે છે. ધ્યાનચંદના કારણે ભારતીય હોકી સ્વર્ણિમ યુગ સુધી પહોંચી શકી. 1928, 1932 અને 1936માં ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો તે સમયે ધ્યાનચંદ ભારતીય હોકી ટીમના સભ્ય હતા.

આ પણ વાંચો, એક રૂપિયાની નોટ આપને બનાવશે માલામાલ, મળશે પૂરા એક લાખ રૂપિયા, જાણો કેવી રીતે

બલબીર સિંહ (હોકી) - Balbir Singh (Hockey)

ઓલિમ્પિકમાં હોકીમાં સતત પાંચમો ગોલ્ડ મેડલ જીતવા માટે 1952માં હિલસિંકી ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે કરેલ 13 ગોલમાંથી 9 ગોલ બલબીર સિંહે કર્યા હતા. મેલબોર્ન ઓલિમ્પિકમાં બલબીર સિંહે પાકિસ્તાન સામેની મેચમાં પહેલો ગોલ કરીને ભારતને ફાઈનલમાં જીત અપાવી હતી.
કર્નામ માલેશ્વરી (વેઈટલિફ્ટીંગ)- Karnam Malleswari (Weightlifting)
ઓલિમ્પિકમાં એક પણ ભારતીય મહિલાએ મેડલ જીત્યો ન હતો, તે સમયે કર્નામ માલેશ્વરી મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. માલેશ્વરીએ 69 કિલોગ્રામ વેઈટલિફ્ટીંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વર્ષ દરમિયાન ભારતે માત્ર આ એક મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચો, WTC Final 2021: વરસાદના વિઘ્નથી ICC નિશાના પર, દિગ્ગજ ક્રિકેટરોએ કાઢી આવી ભડાસ

અભિનવ બિન્દ્રા (શુટીંગ)- Abhinav Bindra (Shooting)

ભારતમાં શુટીંગ જેવી રમત લોકપ્રિય નથી, વર્ષ 2008માં શુટીંગમાં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. વ્યક્તિગત રમત ગમત ક્ષેત્રે અભિનવ બિન્દ્રા ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ વ્યક્તિ હતા. ઓલિમ્પિકના ઈતિહાસમાં અભિનવ બિન્દ્રાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું. વિશ્વ ચેમ્પિયનશીપ અને સમગ્ર વિશ્વમાં અનેક ટુર્નામેન્ટમાં અભિનવ બિન્દ્રાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

સુશીલ કુમાર (રેસલિંગ)- Sushil Kumar (Wrestling)

વૈશ્વિક મંચ પર ભારતીય રેસલર પાસેથી અધિક આશા રાખવામાં આવે છે. સુશીલ કુમારે તેમના કરિયરમાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે. બે ઓલિમ્પિક મેડલ જીતનાર સુશીલ એકમાત્ર ભારતીય છે. વર્ષ 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં સુશીલ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્ષ 2012માં લંડન ઓલિમ્પિકમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલ કુમારના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી રેસલિંગમાં કરિયર બનાવતા લોકોને ખૂબ જ પ્રેરણા મળી છે. તાજેતરમાં સુશીલ કુમાર કેટલાક વિવાદોથી ઘેરાયેલા છે.
First published: