નવા રૂપરંગ સાથે ફરી ધમધમશે ક્રિકેટ! કેરેબિયન ટીમ 25 ખેલાડીઓની ફોજ સાથે ઇંગ્લેન્ડ પહોંચી

News18 Gujarati
Updated: June 10, 2020, 9:39 PM IST
નવા રૂપરંગ સાથે ફરી ધમધમશે ક્રિકેટ! કેરેબિયન ટીમ 25 ખેલાડીઓની ફોજ સાથે ઇંગ્લેન્ડ પહોંચી
કેરેબિયન ટીમ 25 ખેલાડીઓની ફોજ સાથે ઇંગ્લેન્ડ પહોંચી

કેરેબિયન ટીમ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી 14 દિવસ ક્વોરન્ટાઇન રહેશે અને પછી આઉટડોર ટ્રેનિંગ શરૂ કરશે

  • Share this:
શૈલેષ મકવાણા, અમદાવાદ : લગભગ અઢી મહિનાથી ક્રિકેટ પર કોરોના કાળ મંડરાયેલો છે. કોરોના કાળમાં વિશ્વક્રિકેટ અને ક્રિકેટ ચાહકોએ ઘણુ ગુમાવ્યું અને ગુમાવી રહ્યા છે. આ દરમિયાન આઈસીસી ટ્વેન્ટી20 વર્લ્ડકપ, ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી દિગ્ગજ ટૂર્નામેન્ટ્ને કોરોના નામનો રાક્ષસ ભરખી ગયો. પરંતુ હવે ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડથી સારા સમાચાર આવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઇ છે. એનો મતલબ એવો કે થોડા દિવસમાં ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા દેખાશે. જુલાઇ મહિનામાં ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ રમાવાની છે.

આ સિરીઝ ઐતિહાસિક એટલા માટે હશે કારણ કે મેદાન પર ઉતરેલા ખેલાડીઓ માત્ર આઇસીસીના જ નહીં પરંતુ સ્વાસ્થ્યના નિયમોનું પણ પાલન કરતા જોવા મળશે. રસપ્રદ બાબત એ છે કે આ ટીમ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી પછી 14 દિવસ ક્વોરન્ટાઇન રહેશે અને પછી આઉટડોર ટ્રેનિંગ શરૂ કરશે.આ પણ વાંચો - ICCએ બોલ પર લારના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો, બે ચેતવણી પછી થશે દંડ

બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે સાત અઠવાડીયાના ઇંગ્લેન્ડ પ્રવાસમાં વિન્ડીઝે 25 ખેલાડીઓ સાથેની મોટી ફોજ ઉતારી છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે 11 રિઝર્વ પ્લેયરને ઇંગ્લેન્ડ પ્રવાસે મોકલ્યા છે. કોઇ ટીમ આટલા બધા રિઝર્વ પ્લેયર સાથે વિદેશ પ્રવાસે ગઇ હોય એવી આ વિરલ ઘટના છે. કોરોનાની ચિંતા વચ્ચે ક્રિકેટને ધબકતું રાખવા વેસ્ટ ઇન્ડીઝ બોર્ડ અને ખેલાડીઓની હિંમતને દાદ આપવી પડે. જોકે આ ટેસ્ટ સિરીઝમાં ત્રણ કેરેબિયન ક્રિકેટર્સે જોડાવાનો ઇનકાર કર્યો છે, બ્રાવો, પોલ અને હેટમાયર ટીમ સાથે જોડાયા નથી.

ઇંગ્લેન્ડ-વિન્ડીઝ વચ્ચેની સિરીઝ નવા રૂપરંગમાં જોવા મળશે. કારણ કે કોરોના વાયરસની અસરને કારણે નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મોટો નિર્ણય લેતા ટેસ્ટ ક્રિકેટમાં સબ્સ્ટીટ્યૂટને ઉતારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આઈસીસી તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે, ટેસ્ટ ક્રિકેટમાં જો કોઈ ખેલાડીમાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળે છે તો તેના સ્થાને અન્ય ખેલાડીને ઉતારી શકાશે. આ ઉપરાંત બોલને ચમકાવવા બોલર દ્વારા વારંવાર લાળનો ઉપયોગ કરવામાં આવે તેના પર પણ પ્રતિબંધ મુકાયો છે. આઇસીસીના આ નિર્ણયને સચિન તેંડુલકર સહિતના દિગ્ગજ ક્રિકેટર્સે આવકાર્યો છે. જુલાઇ મહિનાથી ઇંગ્લેન્ડની ધરતી ક્રિકેટના કલરવથી ગુંજી ઉઠશે પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકોને વિરાટ કોહલી કે રોહિત શર્માની ધુંઆધાર બેટિંગ જોવા માટે થોડી રાહ જોવી પડશે. ભારતમાં કોરોનાનો કેર વધુ છે એ જોતા આગામી કેટલોક સમય ક્રિકેટ લોક જ રહે એવી શક્યતા છે.
First published: June 10, 2020, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading