ICCએ બદલ્યો સુપર ઑવરનો નિયમ, જેનાથી ઇંગ્લેન્ડ જીત્યું હતું વર્લ્ડ કપ

ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બંને ટીમોએ એક સમાન 241 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુપર ઑવર નિયમ લાગુ કર્યો હતો.

News18 Gujarati
Updated: October 15, 2019, 7:09 AM IST
ICCએ બદલ્યો સુપર ઑવરનો નિયમ, જેનાથી ઇંગ્લેન્ડ જીત્યું હતું વર્લ્ડ કપ
વિશ્વ કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચની તસવીર
News18 Gujarati
Updated: October 15, 2019, 7:09 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ક્રિકેટ વિશ્વ કપમાં (Cricket World Cup)ફાઇનલમાં સુપર ઓવરમાં (Super Over) મેચમાં ટાઇ થયા પછી ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે ઇંગ્લેન્ડે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ વિવાદ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (International Cricket Council) સોમવારે દરેક મોટી ટૂર્નામેન્ટ માટે સુપર ઑવરનો નિયમમાં ફેરફાર કર્યો છે.

ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બંને ટીમોએ એક સમાન 241 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુપર ઑવર નિયમ લાગુ કર્યો હતો. સુપર ઑવરમાં પણ બંને ટીમોએ 15-15 રન બનાવ્યા હતા અને મેચ ટાઇ રહી હતી. ત્યારબાદ વધારે બાઉન્ડ્રી લગાવવાના કારણે ઇંગ્લેન્ડની ટીમને વિજેતા જાહેર કરાઇ હતી.

આ પણ વાંચોઃ-બિનસચિવાલયની પરીક્ષાઓની તારીખે નવા નિયમો અનુસાર જાહેર થશેઃ નીતિન પટેલ

ICCની થઇ આલોચના
આ વિવાદિત નિયમના કારણે આઇસીસીની કડક આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. આઇસીસીએ હવે નિયમોમાં ફેરફાર કર્યો છે જેના કારણે જો સેમી ફાઇનલ અને ફાઇનલ મેચોમાં સુપર ઑવરમાં પણ બંને ટીમો બરાબર રન બનાવે છે તો પછીથી સુપર ઑવર થશે. સુપર ઑવર ત્યાં સુધી થશે જ્યા સુધી કોઇ ટીમ વિજેતા ન બને.

આ પણ વાંચોઃ-વડોદરાઃ પ્રસૂતિ સમયે મહિલાના ગુપ્તાંગમાં પેડ મૂકી બહાર કાઢવાનું ભૂલી ગયા ડૉક્ટર
Loading...

સુપર ઑવર નિયમ યથાવત રહેશે
આઇસીસીની બોર્ડ બેઠક બાદ રજૂ થયેલા નિવેદન પ્રમાણે આઇસીસી ક્રિકેટ સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીઓની સમિતિની ભલામણ બાદ એ સહમત બની છે કે, સુપર ઑવરનો ઉપયોગ આઇસીસીની મેચોમાં યથાવત રહેશે. જ્યાં સુધી ટૂર્નામેન્ટમાં કોઇ સ્પષ્ટ રીતે પરિણામ ન આવે ત્યાં સુધી સુપર ઑવર કરવામાં આવશે. આ મામલે ક્રિકેટ સમિતિ અને સીઇસી બંને સહમત હતા કે રમત રોમાંચક અને આકર્ષક બનાવવા માટે વન ડે અને ટી-20 વિશ્વ કપની દરેક મેચોમાં આનો ઉપયોગ કરવામાં આવશે.

આ  પણ વાંચોઃ-સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 65 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું

માત્ર નૉકઆઉટ મેચમાં સુપર ઑવર
નિવેદન પ્રમાણે ગ્રુપ સ્તર ઉપર અલગ સુપર ઑવર પછી મેચ ટાઇ રહે છે તો ટાઇ તેને ટાઇ જ માનવામાં આવશે પરંતુ સેમીફાઇનલ અને ફાઇનલમાં સુપર ઑવર કોઇ ચોક્કસ પરિણામ ન આવે ત્યા સુદી સુપર ઑવર કરાવતા રહેશે.
First published: October 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...