Home /News /sport /

ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ભારતને ઝટકો, પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાંથી બહાર

ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ભારતને ઝટકો, પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાંથી બહાર

પૃથ્વીને ઉચકીને મેદાન બહાર લઈ જવો પડ્યો હતો. (twitter)

પૃથ્વી શૉની આ ઈજાથી ભારતીય ટીમ મેનેજમેન્ટને ઓપનિંગ માટે ચિંતામાં નાખી દીધું છે

    ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરિઝના પહેલા ટીમ ઈન્ડિયાને એક જોરદાર ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શૉ ઓસ્ટ્રેલિયન ઇલેવનની વિરુદ્ધ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડીંગ કરવા દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો.

    શૉ આ દરમિયાન ડીપ મિડ વિકેટમાં ફિલ્ડીંગ ભરી રહ્યો હતો, તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવનના ઓપનર મેક્સ બ્રાયંટનો કેચ બાઉન્ડ્રી લાઇનથી થોડી જ દૂર પકડ્યો અને બોલને પકડી રાખવાના પ્રયાસમાં પડી ગયો.

    શૉના એન્કલમાં ઈજા થઈ છે. ભારતીય ટીમના ફિજીયો પેટ્રીક તાત્કાલીક મેદાન પર પહોંચ્યા પરંતુ પૃથ્વી પોતાના ડાબા પગમાં કોઈ પ્રેશર જ નહોતો કરી શકતો. તેને સ્ટ્રેચરથી મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. બીસીસીઆઈએ ટ્વીટ દ્વારા શૉ ઇજાગ્રસ્ત થયો છે તેની પુષ્ટિ કરી છે.

    પૃથ્વીની આ ઈજાએ ભારતીય ટીમ મેનેજમેન્ટને ખૂબ જ ચિંતામાં મૂકી દીધી છે. ટીમ ઈન્ડિયા પહેલા જ એક છેડા પર ઓપનિંગ બેટ્સમેનની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. હવે જ્યારે પૃથ્વી શૉ ભારતને એક છેડે મજબૂત ભરોસો આપ્યો, તો દુર્ભાગ્યપણે ઈજાનો વાર સહન કરવો પડ્યો.



    બોર્ડે કહ્યું હતું કે શુક્રવારે સવારે શોની ઇજાનો રિપોર્ટ જાહેર થયો છે. તે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે 6 ડિસેમ્બરથી શરુ થનારી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. આ ઈજામાંથી સ્વસ્થ થવા તે રિહેબિલિટેશનમાં જશે.

    આ પણ વાંચો, મિતાલી રાજે કહ્યું; મારા જીવનના સૌથી ખરાબ દિવસો, ભગવાન મને શક્તિ આપે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Australia, Prithvi Shaw, Team india, ક્રિકેટ

    આગામી સમાચાર