Home /News /sport /Ind Vs Ban, T20 World Cup 2022: રોમાંચક મેચમાં પાંચ રને ટીમ ઇન્ડિયાએ મેળવી જીત

Ind Vs Ban, T20 World Cup 2022: રોમાંચક મેચમાં પાંચ રને ટીમ ઇન્ડિયાએ મેળવી જીત

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

India Vs Bangladesh, T20 World Cup 2022: ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ 2022માં આજે બાંગ્લાદેશ સામે પોતાની ચોથી મેચ રમી રહી છે. એડીલેડમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટીમમાં એક ફેરફાર કર્યો છે.

ટીમ ઇન્ડિયાએ આપેલ 185 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી . બાંગ્લાદેશની ટીમે શાનદાર શરૂઆત કરી હતી.  વરસાદના વિધ્ન બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, તે 145 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ પાંચ રને જીત મેળવી લીધી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાની સેમિફાઇનલમાં એન્ટ્રી લગભગ નક્કી છે.

ભારત તરફથી વિરાટ કોહલીએ 64 રનની ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે ઉપરાંત સૂર્યકુમાર યાદવે તાબડતોડ 30 રન બનાવ્યા હતા. બોલરોની વાત કરીએ તો અર્શદીપ સિંહે અને હાર્દિકને ક્રમશ: 2-2 વિકેટ મળી હતી. તો શમીને એક વિકેટ ચટકાવી હતી.

બાંગ્લાદેશ તરફથી લિટલ દાસે 60 રનની તોફાની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને ટેન્શનમાં નાંખી દીધી હતી.

વરસાદ પછી બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ સાત ઓવરમાં વિના વિકેટે 68 રન તો બનાવી લીધા હતા અને સેટ બેટ્સમેન પીચ પર હતા. અહીંથી ટીમ ઇન્ડિયાની જીત મુશ્કેલ દેખાતી હતી.

વરસાદ પછી ટીમ ઇન્ડિયા પર પ્રેશર વધારે હતો, તે છતાં પણ ટીમ ઇન્ડિયાએ વાપસી કરીને જીત મેળવી હતી. કેએલ રાહુલે ડાયરેક હિટ મારીને લિટલ દાસને રન આઉટ કર્યો તે ટર્નિંગ પોઇન્ટ રહ્યું હતું. તે પછી શમી-અર્શદીપ-હાર્દિકે શાનદાર બોલિંગ કરીને ટીમ ઇન્ડિયાને પાંચ રને જીત અપાવી દીધી છે.

13મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયાને બે સફળતાઓ અપાવીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલૂ દીધું છે.

12મી ઓવરમાં અર્શદીપ સિંહે ટીમ ઇન્ડિયાને બે સફળતાઓ અપાવીને મેચ પર પોતાનો કંટ્રોલ બનાવીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધો હતો. અર્શદીપ શાકિબ ઉલ હસન અને અફિફને કેચ આઉટ કરાવી દીધા હતા.

દસમી ઓવરમાં શમીએ ટીમ ઇન્ડિયાને બીજી સફળતા અપાવી હતી. નાઝિમૂલ 21 રન બનાવીને આઉટ થયો છે.

આઠમી ઓવરમાં ભારતને લિટલ દાસના રૂપમાં પ્રથમ સફળતા મળી હતી. લિટલ દાસે 27 બોલમાં ત્રણ સિક્સ અને સાત ફોરની મદદથી 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, વરસાદ પછી તરત જ લિટલ દાસ આઉટ થતાં ટીમ ઇન્ડિયાને રાહત થઇ હતી.

બાંગ્લાદેશે ટોસ જીતેને ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ આપી હતી. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટના નુકશાને 184 રન બનાવ્યા છે. ટીમ ઇન્ડિયાની શરૂઆત ધીમી રહી હતી પરંતુ વિરાટ કોહલી-રાહુલની શાનદાર ઇનિંગે ટીમ ઇન્ડિયાને એક સારો સ્કોર આપ્યો હતો. વિરાટ કોહલીએ શાનદાર 64 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. કેએલ રાહુલે પણ શાનદાર બેટિંગ કરતાં ફિફ્ટી ફટકારી છે. તે ઉપરાંત સૂર્યકુમાર યાદવે 30 રનની ઇનિંગ રમી હતી.

ભારતના ચાર ખેલાડી પોતાનો સ્કોર બે અંક સુધી પણ લઇ જઇ શક્યા નહતા. જેમાં રોહિત શર્મા 02, હાર્દિક 05, દિનેશ, 07 અને અક્ષર પટેલ 07 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. જોકે, રોહિતના આઉટ થયા પછી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ઇનિંગને સંભાળી લીધી હતી. તે પછી સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીનો સાથ આપ્યો હતો.

ભારતે હારેલી બાજી જીતીને બાંગ્લાદેશને પાંચ રને માત આપી છે. આ જીત પછી ટેબલ પોઇન્ટ પર ટીમ ઇન્ડિયાએ ટોચનું સ્થાન બનાવી લીધું છે.

18મી ઓવરના પ્રથમ બોલે જ ટીમ ઇન્ડિયાને અક્ષર પટેલના રૂપમાં છઠ્ઠો ઝાટકો લાગ્યો છે. દિનેશ કાર્તિક સાત રન બનાવીને કેચ આઉટ થઇ ગયો છે.

17મી ઓવરમાં વિરાટ કોહલીએ પોતાની અર્ધશતક પૂરી કરી લીધી હતી. વિરાટ કોહલીએ 37 બોલમાં સાત ફોરની મદદથી 50 રન પૂરા કર્યા હતા. તે ઉપરાંત 17મી ઓવરમાં ટીમ ઇન્ડિયાને દિનેશ કાર્તિકના રૂપમાં પાંચકો ઝાટકો પણ લાગ્યો છે. દિનશ કાર્તિક 07 રન બનાવીને રન આઉટ થઇ ગયો છે.

16મી ઓવરમાં હાર્દિક પંડ્યાના રૂપમાં ટીમ ઇન્ડિયાના રૂપમાં ચોથો ઝાટકો લાગ્યો હતો. હાર્દિક પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

14મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને સૂર્યકુમાર યાદવના રૂપમાં  ત્રીજો ઝાટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવે  પોતાની ઇનિંગ દરમિયાન 16 બોલમાં ચાર ફોરન મદદથી 30 રન બનાવ્યા હતા.

દસમી ઓવરમાં ભારતને કેએલ રાહુલના રૂપમાં બીજા ઝાટકો લાગ્યો હતો. કેેએલ રાહુલ 32 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ફોરની મદદથી અર્ધશતક બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ચોથી ઓવરમાં રોહિત શર્મા માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો.

આજે ટી20 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો જામશે. સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવવા માટે ભારત માટે આ મેચ ઘણી બધી રીતે મહત્વની છે. તો આજે ટીમમાં ફરી એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈ મેચમાં તક મળ્યા બાદ દિપક હુડાને આજે ફરી મેદાનની બહાર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ફરી ટીમમાં સ્થાન મળી ગયું છે.

સેમી ફાઈનલ માટેનો ગેટ વે

આજની મેચ ભારત માટે મહત્વની છે કારણ કે ભારત પોતાની ત્રણ મેચમાંથી અત્યાર સુધીમાં 2 મેચ જીતી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં પોતાના ગ્રૂપમાં બીજા નંબરે છે. આજની મેચ જીતે તો ભારત માટે સેમી ફાઈનલમાં પહોંચવાનો માર્ગ મોકળો થઈ જશે.



ટીમ ઈન્ડિયા (Team India) ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે પોતાની ચોથી મેચ રમે છે. આ મેચ એડિલેડમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચ પહેલા બાંગ્લાદેશની ટીમ (Bangladesh Team)ના કેપ્ટન શાકિબ અલ હસને આપેલા નિવેદન (Captain Shakib's Shocking Statement)થી ક્રિકેટ જગત આશ્ચર્યમાં મુકાઇ ગયું હતું. તેણે કહ્યું હતું કે અમે વર્લ્ડકપ જીતવ માટે નથી આવ્યા.

શાકિબનું ચોંકાવનારું નિવેદન

ભારત સામે રમાયેલી મેચ પહેલા શાકિબ અલ હસને (Shakib Al Hassan) કહ્યું છે કે, તેમની ટીમ T20 વર્લ્ડ કપ જીતવા નથી આવી. શાકિબ અલ હસને કહ્યું, અમે અહીં T20 વર્લ્ડ કપ જીતવા નથી આવ્યા. ટીમ ઈન્ડિયા અહીં જીતવા આવી છે. જો બાંગ્લાદેશ ભારતને હરાવશે તો મોટો ઉલટફેર થશે. એક તરફ જ્યાં તમામ ટીમો આ ટૂર્નામેન્ટ જીતવા માટે રમી રહી છે, તે દરમિયાન શાકિબના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે.

શાકિબે ટીમ માટે મેચ માટે સ્થળ બદલવા અંગે પણ ટકોર કરી હતી અને તેને પડકારજનક ગણાવ્યું હતું. બાંગ્લાદેશે પોતાની પ્રથમ મેચ હોબાર્ટમાં રમી હતી. એડિલેડ ઓવલમાં ભારતીય ટીમ સામે મેચ રમતા પહેલા તેને અલગ અલગ મેદાનો પર જવું પડ્યું હતું. તે હોબાર્ટ પછી સિડની અને બ્રિસ્બેન ગઈ હતી.

આ પણ વાંચો: IND vs BAN: ભારતની ટીમ અહીં જીતવા આવી છે અને અમે તો... મેચ અગાઉ બાંગ્લાદેશી ક્રિકેટરના નિવેદને ક્રિકેટ ફેન્સને ચોંકાવ્યા

બાંગ્લાદેશ અને ઇન્ડિયા થશે ટક્કર

અહીં ઉલ્લેખનિય છે કે, T20 વર્લ્ડ કપ 2022ના સુપર 12માં ટીમ ઈન્ડિયાએ 3 મેચમાંથી 2 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશે પણ ત્રણમાંથી બે મેચ જીતી છે. ગ્રુપ 2માં બાંગ્લાદેશ ત્રીજા નંબર પર છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની ટીમ પણ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. જોકે ટીમ ઈન્ડિયાને હરાવવી બાંગ્લાદેશ માટે આસાન નથી.

ટીમ ઇન્ડિયાની મજબૂત

ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 11 મેચ રમાઇ ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 10 મેચમાં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું છે. આંકડા પર નજર કરવામાં આવે તો આ મેચમાં ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહેવાની પૂરતી શક્યતા છે.

 બાંગ્લાદેશ પ્લેઇંગ -11



બાંગ્લાદેશ પ્લેઈંગ-11:  નઝમુલ હુસેન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન, અફિફ હુસૈન, નુરુલ હસન, મોસાદ્દેક હુસૈન, યાસિર અલી, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, શોરીફુલ ઈસ્લામ.




ભારતની પ્લેઇંગ -11


ભારતની રમત-11: કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક, આર અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.

First published:

Tags: India vs Bangladesh, T20 worldcup 2022, ક્રિકેટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો