INDvsAUS: ભારતે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી 2-1થી જીતી સીરિઝ

News18 Gujarati
Updated: January 18, 2019, 4:22 PM IST
INDvsAUS: ભારતે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી 2-1થી જીતી સીરિઝ
ત્રણ મેચની સીરીઝમાં હાલ બંને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં પ્રથમ વન ડે 34 રનથી અને ભારતે એડીલેડમાં બીજી મેચ છ વિકેટે જીતી હતી.

ત્રણ મેચની સીરીઝમાં હાલ બંને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં પ્રથમ વન ડે 34 રનથી અને ભારતે એડીલેડમાં બીજી મેચ છ વિકેટે જીતી હતી.

 • Share this:
મેલબોર્ન : ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચ માટે મેલબોર્નમાં ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરી હતી.  ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ મેચની સિરિઝમાં હાલ બંને ટીમે એક એક મેચ જીતી હતી.

મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી 230 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીત માટે 231 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં ભારતે ધોનીના અણનમ 87 રન અને કેદાર જાધવના અણનમ 61 રનની મદદથી 49.2 ઓવરમાં 234 રન બનાવી ઓસ્ટ્રેલીયાને 7વિકેટે હરાવી 2-1થી સિરીઝ જીતી નવો ઈતિહાસ રચ્યો છે.

Updates: 


 • ભારતે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી 2-1થી જીતી સિરીઝ

 • હાલમાં ધોની 82 રન અને  જાધવ 50 રન બનાવી રમી રહ્યા છે.
 • વિરાટ કોહલી 62 બોલમાં 46 રન બનાવી આઉટ થયો

 • શિખર ધવન 46 બોલમાં 23 રન બનાવી આઉટ થયો

 • રોહિત શર્મા 17 બોલમાં 09 રન બનાવી આઉટ થયો

 • ત્યારબાદ જીતના ઈરાદા સાથે ટીમ ઈન્ડીયા તરફથી રોહિત શર્મા અને શિખર ધવન મેદાનમાં ઉતર્યા

 • ઓસ્ટ્રેલિયાને 48.4 ઓવરમાં ઓલઆઉટ થઈ જઈ 230 રન બનાવ્યા.

 • શમીએ પોતાની છઠ્ઠી ઓવરમાં નવ રન આપીનેે એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 35 ઓવરમાં 162 રન હતો.

 • 33 ઓવર સુધી ઓસ્ટ્રેલિયાના પાંચ ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 33 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 142 રન પર પહોંચ્યો છે.

 • ચહલે માર્શ અને ખ્વાજાને પેવેલિયન મોકલ્યા બાદ માર્ક્સ સ્ટોઇનિસને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. તે 10 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો.

 • પોતાની પ્રથમ ઓવરના બીજા બોલમાં માર્શને આઉટ કર્યા બાદ યુજવેન્દ્રએ ચોથા બોલમાં ખ્વાજાને પણ આઉટ કર્યો હતો. ખ્વાજા 51 બોલમાં બે ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. ચહલે બે રન આપીને બે વિકેટ લીધી હતી.

 • યુજવેન્દ્ર ચહલે પોતાની ઓવરના બીજા બોલમાં શોન માર્શનું કામ તમામ કર્યું હતું. 39 રન પર તેને ધોનીએ સ્ટમ્પ કર્યો હતો. માર્શે 54 બોલમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. માર્શે ખ્વાજા સાથે મળીને 14.1 ઓવરમાં 73 રનની ભાગીદારી નોંધાવી હતી.

 • કેપ્ટન કોહલીએ સતત પાંચમી ઓવર ફેંકવા માટે ભુવનેશ્વર કુમારને બોલાવ્યો હતો. આ શ્રેણીમાં એરોન ફિંચ સતત ત્રીજી વખત  ભુવીનો શિકાર બન્યો હતો. ફિંચ એલબીડબલ્યૂ થયો હતો. આ મેચમાં ફિંચે 14 રન બનાવ્યા હતા. જ્યારે આ પહેલાની બંને મેચમાં તેણે 6-6 રન બનાવ્યા હતા.

 • ભુવનેશ્વર કુમારે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. એલેક્સ કેરી પાંચ રન બનાવીને સ્લિપમાં કેપ્ટન વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. આ વખતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટ પર આઠ હતો.


આજની મેચમાં ભારતીય ટીમનું લક્ષ્ય ટેસ્ટ બાદ વન ડે સીરીઝ જીતવાનું છે. આ જીતથી ભારતીય ટીમ ઇતિહાસ રચી શકે છે. ત્રણ મેચની સીરીઝમાં હાલ બંને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં પ્રથમ વન ડે 34 રનથી અને ભારતે એડીલેડમાં બીજી મેચ છ વિકેટે જીતી હતી.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ધરતી પર ક્યારેય દ્વિપક્ષીય વન-ડે સીરીઝ નથી જીતી, આ ફોર્મેટમાં તેણે ઓસ્ટ્રેલિયામાં 1985માં વિશ્વ ચેમ્પિયનશિપ અને 2008માં સીબી સીરીઝ જીતી હતી. અગાઉ ભારતને 2016માં ઓસ્ટ્રેલિયાએ અહીં વન ડે સીરીઝમાં 4-1થી હરાવ્યું હતું.

Ind Vs Aus
વિરાટે ટોસ જીતી બોલિંગ લીધી


ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર

મોહમ્મદ રિયાઝની જગ્યાએ વિજય શંકર રમશે, વિજય આજે ડેબ્યૂ કરી રહ્યો છે. આ ઉપરાંત રાયડૂની જગ્યાએ કેદાર જાધવ અને કુલદીપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બંને ટીમ :

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, વિજય શંકર, મોહમ્મદ શમી અને વિજય શંકર

ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ (કેપ્ટન) એલેક્સ કેરી, ઉસ્માન ખ્વાજા, શાન માર્શ, પીટર હેન્ડસકોમ્બ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નાથન લિયોન, પીટર સિડલ, ઝાય રિચર્ડસન, નિશેલ માર્શ, બિલી સ્ટાનલેક, એસ્ટોન ટર્નર, એડમ જામ્પા અને જેસન બેહરડોર્ફ
Published by: Vinod Zankhaliya
First published: January 18, 2019, 7:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading