ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં ગોલ્ડ ન જીતી શકી સાઈના, ચીની ખેલાડીએ હરાવી

News18 Gujarati
Updated: January 28, 2018, 11:54 AM IST
ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં ગોલ્ડ ન જીતી શકી સાઈના, ચીની ખેલાડીએ હરાવી

  • Share this:
ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં સુવર્ણ પદક જીતી નથી શકી. મહિલા સિંગલ્સના ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેની તેડૂ જૂ યિંગે તેને 21-9, 21-13થી હરાવી છે.

એક વર્ષ પછી કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચેલ સાઈના માટે આ વર્ષની શરૂવાત શાનદાર રહી હતી. જ્યાં તેણે દુનિયાની ચોથા નંબરની ખેલાડી થાઈલેન્ડની રેચાનેક ઈંતાનોકને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી દીધી હતી. દુનિયાની પૂર્વ નંબર એક ખિલાડી સાઈનાએ રેચોનોકને 48 મિનિટમાં 21-19, 21-19થી હરાવી હતી. જો કે ચીની ખેલાડી સામે તે ટકી ન શકી અને તે હારી ગઈ.

નોંધનીય છે કે ભારતની બે બેડમિન્ટન કવીન પી.વી. સિંધુ અને સાયના નેહવાલ વચ્ચે ઈન્ડીનેશિયા માસ્ટર્સનું કવાર્ટર ફાઈનલ રમાઈ હતી. લંડન ઓલંપિકની બ્રોન્ઝ મેડલ વિજેતા અને રિયો ઓલંપિકમાં રજત મેડલ જીતનાર સિંધુએ ગુરૂવારે પોત-પોતાના બીજા મેચ જીતી કવાર્ટરફાઈનલમાં સ્થાન બનાવ્યું.
First published: January 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading