તેજસ્વિનીએ મહિલાઓની 50 મીટર રાઇફલ પોઝીશન-3ના ફાઇનલમાં પહેલું સ્થાન મેળવીને ગોલ્ડ મેળવી લીધું છે. આ સ્પર્ધામાં ભારતની અન્ય એક દીકરી અંજુમ મોદગિલએ બીજું સ્થાન મેળવીને રજત પદક જીતી લીધું છે.
તેજસ્વિની સાવંત
તેજસ્વિનીએ ગઇકાલે ગુરૂવારે મહિલાઓની 50 મીટર રાઇફલ પ્રોન સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યું હતું. તે 618.9 અંકની સાથે બીજા સ્થાન પર હતી.