T20 ટ્રાઈ સિરીઝમાં રોહિત શર્મા કરશે કેપ્ટનસી, વિરાટ-ધોનીને આરામ

News18 Gujarati
Updated: February 25, 2018, 5:21 PM IST
T20 ટ્રાઈ સિરીઝમાં રોહિત શર્મા કરશે કેપ્ટનસી, વિરાટ-ધોનીને આરામ

  • Share this:
શ્રીલંકામાં 6 માર્ચથી શરૂ થનાર ટી-20 ટ્રાઈ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની પસંદગીકારોએ વિરાટ કોહલીને આરામ આપ્યો છે અને રોહિત શર્માને આ સિરીઝની કેપ્ટનસીની જવાબદારી આપી છે.

વિરાટ ઉપરાંત વિકેટકિપર MS ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રિત બૂમરાહ, કૂલદીપ યાદવ અને ભૂવનેશ્વર કુમારને પણ આરામ આપવામાં આવ્યો છે. ટ્રાઈ સિરીઝ માટે ટી-20 ટીમમાં વિકેટકિપર ઋષભ પંતની વાપસી થઈ છે. જ્યારે દીપક હુડ્ડા, વિજય શંકર, મોહમ્મદ સિરાજને પણ તક આપવામાં આવી છે. મોટી વાત તે છે કે, યુવરાજસિંહની એકવાર ફરીથી ટીમમાં વાપસી થઈ નથી. જ્યારે શિખર ધવન ટીમનો વાઈસ કેપ્ટન રહેશે.

ટી-20 ટ્રાઈ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, યૂઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દૂલ ઠાકૂર, જયદેવ ઉનાદકટ, મોહમ્મદ સિરાજ અને ઋષભ પંત.

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા 4 માર્ચે શ્રીલંકા પહોંચશે. ટીમ ઈન્ડિયા એકપણ પ્રેક્ટિસ મેચ રમ્યા વગર જ ટ્રાઈ સિરીઝ રમવા માટે ઉતરશે. આ સિરીઝમાં કુલ 7 મેચ રમાશે. બધી જ મેચો પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ટી20 સિરીઝની બધી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગે શરૂ થશે.
First published: February 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading