100 વર્ષના થયા આ ભારતીય ક્રિકેટર, કેક લઈને પહોંચ્યા સચિન અને સ્ટિવ વો

News18 Gujarati
Updated: January 26, 2020, 4:33 PM IST
100 વર્ષના થયા આ ભારતીય ક્રિકેટર, કેક લઈને પહોંચ્યા સચિન અને સ્ટિવ વો
100 વર્ષના થયા આ ભારતીય ક્રિકેટર, વડોદરા સાથે છે ખાસ સંબંધ

જ્યારે ભારતે બોમ્બે જિમખાનામાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી તે સમયે તે 13 વર્ષના હતા

  • Share this:
મુંબઈ : ભારતના સૌથી મોટી ઉંમરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજી(Vasant Raiji)એ રવિવારે પોતાનો 100મો જન્મ દિવસ મનાવ્યો હતો. તેમણે 1940ના દાયકામાં નવ પ્રથમ શ્રેણીની મેચ રમ્યા હતા. જેમાં 277 રન બનાવ્યા હતા. તેમનો બેસ્ટ સ્કોર 68 રન હતો. રાયજી ભારતીય ક્રિકેટની શરુઆતથી અત્યાર સુધીની સફળતાના સાક્ષી છે. જ્યારે ભારતે બોમ્બે જિમખાનામાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી તે સમયે તે 13 વર્ષના હતા. તે બોમ્બે અને બરોડો તરફથી રમતા હતા. તેમનો જન્મ વડોદરામાં થયો હતો.

વસંત રાયજીના જન્મ દિવસના પ્રસંગે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar)ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં સચિન રાયજી સાથે કેક કાપતો જોવા મળે છે. સચિને વીડિયો શેર કરતા લખ્યું હતું કે તેમને 100માં જન્મ દિવસની શુભકામના આપી. સચિને કહ્યું કે તેણે અને વો એ તેમની સાથે શાનદાર સમય પસાર કર્યો અને ઇતિહાસની કેટલીક અજાણી કહાનીઓ સાંભળી. ક્રિકેટ વિશે યાદોનો ખજાનો આગળ સુધી પહોંચાડવા માટે રાયજીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. રાયજીએ લાલા અમરનાથ, વિજય મર્ચેન્ટ, સીકે નાયડુ અને વિજય હઝારે સાથે ડ્રેસિંગ રુમ શેર કર્યો હતો.

આ પણ વાંચો - 12 વર્ષની ઉંમરમાં મજૂરી કરી ક્રિકેટ એકેડમી બનાવી, હવે વર્લ્ડ કપમાં મચાવી રહ્યો છે ઘૂમ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે રાયજીએ કહ્યું કે તેમણે લાલા અમરનાથની ઐતિહાસિક સદીની જોઈ હતી. લાલા અમરનાથે 118 રનની ઇનિંગ્સ રમી હતી અને તે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તેમણે આ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે તે સમયે હું 13 વર્ષની આસપાસ હતો. અત્યાર સુધી સારી રીતે યાદ છે કે કેવી રીતે તેમની સદી પર દર્શકો શોર મચાવી રહ્યા હતા.

9 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા પછી વસંત રાયજીએ ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તે ચાર્ટર્ડ એકાઉન્ટ બની ગયા હતા. તેમણે પોતાની કારકિર્દીને બીજા ફિલ્ડમાં બનાવી લીધી હતી પણ તે પોતાના દિલથી ક્રિકેટને નિકાળી શક્યા ન હતા. જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તે ક્રિકેટ વિશે વાત કરે છે. મેચ જોવે છે અને તેના વિશે લખે છે. રાયજી આ ઉંમરમાં પણ વિરાટ કોહલી અને તેમની ટીમની વધારેમાં વધારે મેચ જોવે છે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading