ફિલ્ડિંગ કરી રહેલા શોએબ મલિકને ભારતીય પ્રશંસકોએ કહ્યું ‘જીજાજી’

News18 Gujarati
Updated: September 24, 2018, 7:33 PM IST
ફિલ્ડિંગ કરી રહેલા શોએબ મલિકને ભારતીય પ્રશંસકોએ કહ્યું ‘જીજાજી’
એશિયા કપના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાનની ટીમે ફરી એક વખત ભારત સામે ઘૂંટણીયા ટેકવી દીધા

એશિયા કપના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાનની ટીમે ફરી એક વખત ભારત સામે ઘૂંટણીયા ટેકવી દીધા હતા. ભારતે પાકિસ્તાનને નવ વિકેટ હરાવ્યું હતું

  • Share this:
એશિયા કપના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાનની ટીમે ફરી એક વખત ભારત સામે ઘૂંટણીયા ટેકવી દીધા હતા. ભારતે પાકિસ્તાનને નવ વિકેટ હરાવ્યું હતું. પાકિસ્તાનના પરાજયનું કારણ તેના બેટ્સમેનોનું કંગાળ ફોર્મ રહ્યું હતું. જોકે તેના અનુભવી બેટ્સમેન શોએબ મલિકે પોતાની બેટિંગ પર્ફોમન્સથી બધાના દિલ જીતી લીધા હતા. મલિકે ભારત સામે 78 રન બનાવ્યા હતા.

શોએબ મલિક ભારતીય પ્રશંસકોનો પણ ફેવરિટ છે. દુબઈમાં ચાલી રહેલી મેચમાં કેટલાક ભારતીય પ્રશંસકોએ તેને ‘જીજુ’કહેતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મલિકે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. જોકે બંને સ્ટાર પોત-પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. સાનિયા ભારત તરફથી અને મલિક પાકિસ્તાન તરફથી રમે છે.

ભારતીય પ્રશંસકો તેને જીજુ કહી રહ્યા હતા ત્યારે તે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. પ્રશંસક કહે છે કે ‘જીજુ (જીજાજી) એક વખત આ બાજુ જોવો’ આ જોયા પછી શોએબ મલિકે ભારતીય પ્રશંસક તરફ ફરીને હાથ હલાવ્યો હતો. મલિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ પણ વાંચો - આ મિસ્ટ્રી ગર્લના દિવાના થયા ભારતીય, જાણો કોણ છે આ પ્રશંસક

પાકિસ્તાન પર સૌથી મોટો વિજય
એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ પોતાનું વિજય અભિયાન જારી રાખતા સુપર-4ના ત્રીજા મુકાબલામાં પાકિસ્તાનને એકતરફી અંદાજમાં હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન સામે 9 વિકેટે વિજય મેળવી સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ટીમ ઇન્ડિયાએ પ્રથમ વખત પાકિસ્તાન સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો.
First published: September 24, 2018, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading