રમેશ પોવારનો કોન્ટ્રાક્ટ પૂરો, શું બીજી વખત કોચ માટે થશે પસંદગી?

News18 Gujarati
Updated: December 1, 2018, 7:41 AM IST
રમેશ પોવારનો કોન્ટ્રાક્ટ પૂરો, શું બીજી વખત કોચ માટે થશે પસંદગી?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીઓએ મિતાલી વિવાદ પર પોવારના જવાબથી સંતોષ નથી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીઓએ મિતાલી વિવાદ પર પોવારના જવાબથી સંતોષ નથી. બોર્ડના વરિષ્ઠ અધિકારી પણ પોવારથી નારાજ છે

  • Share this:
મિતાલી રાજ સાથેના વિવાદના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ રમેશ પોવારને નુકસાન થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શુક્રવારે ખતમ થઈ રહેલો રમેશ પોવારનો કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવશે નહીં. મિતાલી રાજ અને પોવાર વચ્ચેના વિવાદનો તપાસ રિપોર્ટ સીઈઓ રાહુલ જૌહરી અને જનરલ મેનેજર સબા કરીમ ક્રિકેટ પ્રશાસક કમિટી (સીઓએ)ના ચેરમેન વિનોદ રાયને મોકલી આપ્યો છે. વિનોદ રાય આ વિવાદને લઈને કાર્યવાહી કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીઓએ મિતાલી વિવાદ પર પોવારના જવાબથી સંતોષ નથી. બોર્ડના વરિષ્ઠ અધિકારી પણ પોવારથી નારાજ છે. માનવામાં આવે છે કે પોવારે એક પ્રભાવી અધિકારીના ફોન કરવા પર મિતાલીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધી હતી. તેમણે આ બાબતે મિતાલી સાથે વાત કરી ન હતી. સાથે સીઓએ સાથેની મુલાકાત દરમિયાન પોવાર એ સવાલનો યોગ્ય જવાબ ન આપી શક્યા હતા કે બે અડધી સદી અને મેન ઓફ ધ મેચ બનનાર મિતાલીને અચાનક ડ્રોપ કેમ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - મિતાલી સામે પોવારનો વળતો હુમલો: "તે અંગત માઇલસ્ટોન પાછળ જ દોડતી હતી"

40 વર્ષના પોવારને ત્રણ મહિના પહેલા ભારતીય મહિલા ટીમનો વચગાળાનો કોચ બનાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મિતાલીએ પોવાર પર તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ પોવારે બીસીસીઆઈએ આપેલા રિપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે મિતાલીને ઓપનિંગ ન કરાવતા વર્લ્ડ ટી-20માંથી પરત ફરવા અને નિવૃત્તિ લઈ લેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો - મિતાલી રાજે તોડ્યું મૌન, કહ્યું કોચ રમેશ પોવારે કરી અપમાનિત
First published: November 30, 2018, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading