એકસમયે કપિલ દેવ પર લગાવ્યો હતો મેચ ફિક્સિંગનો આરોપ, હવે તેની પાસે જ આપશે ઇન્ટરવ્યૂ

News18 Gujarati
Updated: December 10, 2018, 1:39 PM IST
એકસમયે કપિલ દેવ પર લગાવ્યો હતો મેચ ફિક્સિંગનો આરોપ, હવે તેની પાસે જ આપશે ઇન્ટરવ્યૂ
એકસમયે કપિલ દેવ પર લગાવ્યો હતો મેચ ફિક્સિંગનો આરોપ, હવે તે જ લેશે ઇન્ટરવ્યૂ

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર મનોજ પ્રભાકરે મહિલા ટીમના કોચ બનવા માટે અરજી કરી

  • Share this:
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર મનોજ પ્રભાકરે મહિલા ટીમના કોચ બનવા માટે અરજી કરી છે. તેની અરજી પસંદ થશે તો તે તેના પૂર્વ સાથી કપિલ દેવની અધ્યક્ષતા વાળી પેનલ તેનો ઇન્ટરવ્યૂ કરી શકે છે. ટીમમાં બંને સાથે રમ્યા હતા. જોકે 2000માં સામે આવેલા મેચ ફિક્સિંગના કપિલ દેવ અને મનોજ પ્રભાકરના સંબંધો ખરાબ થયા હતા. બીસીસીઆઈએ મહિલા ટીમના કોચ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં પ્રભાકર સિવાય દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્ષલ ગિબ્સે પણ અરજી કરી છે.

પ્રભાકરે પોતાની ઉમેદવારીની પૃષ્ટી કરતા કહ્યું હતું કે હાં, મેં મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે. રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કોઈપણ પ્રવૃતિ સાથે જોડાવવું ગર્વની વાત છે. ક્રિકેટ પર પ્રભાકરના જ્ઞાન પર કોઈ શંકા નથી પણ એ જોવું રસપ્રદ બનશે કે કોચ પસંદગી સમિતિ ઇન્ટરવ્યૂ માટે તેની પસંદગી કરે છે કે નહીં. પસંદગી સમિતિ પેનલના અધ્યક્ષ કપિલ દેવ છે. જ્યારે અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી તેના સભ્યો છે.

આ પણ વાંચો - આપણે બાળકોને રમવા દેતા નથી અને ઓલિમ્પિક મેડલની ઇચ્છા રાખીએ છીએ: કપિલ દેવ

પ્રભાકરને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે પસંદગી સમિતિ પેનલના સભ્ય કપિલ દેવ હોઈ શકે છે, તો પ્રભાકરે ઉડાઉ જવાબ આપતા કહ્યું હતું કે તમે મને પુછ્યું છે કે મેં અરજી કરી છે કે નહીં? મેં કહ્યું હા કરી છે. મેં અરજી એટલા માટે કરી છે કે મને લાગે છે કે ક્રિકેટના પોતાના જ્ઞાનથી યોગદાન આપી શકું છું. મહિલા ક્રિકેટમાં ઘણી પ્રતિભા છે. મને લાગે છે કે મિતાલી રાજ, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના જેવી ખેલાડીઓને મદદ કરવાનો મારી પાસે અનુભવ છે.

કોચ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર છે. જોકે પ્રભાકર અને ગિબ્સ બંનેના નામે મેચ ફિક્સિંગ મામલે જોડાયેલા છે, જેથી તેમની અરજી પર સવાલો ઉઠી રહ્યા છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે જો સમિતિ તેમને ઉમેદવારીને યોગ્ય માને છે તો ઇન્ટરવ્યૂ માટે તેમની પસંદગી થશે.
First published: December 10, 2018, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading