ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક-2020 માટે ક્વોલિફાય

News18 Gujarati
Updated: November 2, 2019, 10:43 PM IST
ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક-2020 માટે ક્વોલિફાય
ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક-2020 માટે ક્વોલિફાય

પુરુષ ટીમે બીજા લેગમાં રશિયાને 7-1 (કુલ 11-3)થી હરાવી ઓલિમ્પિકની ટિકિટ મેળવી

  • Share this:
ભુવનેશ્વર : બે નવેમ્બરનો દિવસ ભારતીય હોકી માટે ઘણો ખાસ રહ્યો છે. પહેલા મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક-2020 માટે ક્વોલિફાય કર્યું હતું. આ પછી પુરુષ ટીમે પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. પુરુષ ટીમે બીજા લેગમાં રશિયાને 7-1 (કુલ 11-3)થી હરાવી ઓલિમ્પિકની ટિકિટ મેળવી હતી. ભારત તરફથી આકાશદીપ સિંહ (23મી અને 29મી મિનિટ) અને રુપિંદર પાલ સિંહે (48મી અને 59મી મિનિટે) 2-2 ગોલ કર્યા હતા. જ્યારે લલિત ઉપાધ્યાય (17મી મિનિટ), નિલકાંતા શર્મા (47મી મિનિટ) અને અમિત રોહિદાસે 1-1 ગોલ કર્યો હતો. આ પહેલા ભારતે શુક્રવારે પ્રથમ લેગમાં રશિયા સામે 4-2થી વિજય મેળવ્યો હતો.

પ્રથમ ક્વાર્ટમાં રશિયાએ આક્રમક શરુઆત કરી હતી. મેચની પ્રથમ મિનિટ પણ પુરી થઈ ન હતી ત્યારે એલેક્સી સોબોલેવસ્કીએ ગોલ કરી રશિયાની ટીમને 1-0થી લીડ અપાવી હતી. જોકે બીજા ક્વાર્ટરમાં ભારતે 3 ગોલ કરીને લીડ બનાવી હતી. આ પછી રશિયા એકપણ ગોલ કરી શક્યું ન હતું. ભારતે અંતિમ સુધી લીડ જાળવી રાખી હતી.

આ પણ વાંચો - ભારતના પૂર્વ વિકેટકીપરે કહ્યું - વર્લ્ડ કપમાં પસંદગીકારો અનુષ્કા શર્માની સેવામાં લાગ્યા હતાબીજી તરફ ભારતની મહિલા ટીમે એગ્રીગેટ સ્કોરના આધારે યૂએસએ સામે 6-5થી વિજય મેળવ્યો હતો. ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત ઓલિમ્પિકમાં રમશે. પ્રથમ લેગમાં 1-5થી પાછળ રહ્યા પછી અમેરિકાની ટીમે બીજા લેગમાં પ્રથમ હાફમાં ચાર ગોલ કરીને સ્કોર 5-5થી બરાબર કરી દીધો હતો. આ સમયે ભારતીય કેપ્ટન રાની રામપાલે વિજયી ગોલ ફટકારી ટીમને ઓલિમ્પિકની ટિકિટ અપાવી હતી.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading