15 મહિના પછી ભારતીય મહિલા ટીમને મળશે ઈનામની રકમ, તમામના ભાગે આવશે 19 લાખ

 • Share this:
  નવી દિલ્લી: મહિલા ટી-20 વર્લ્ડ કપ 2020માં (Women T20 World Cup)માં ભારતીય મહિલા ટીમ રનરઅપ રહી હતી. આ અઠવાડિયે જ આઇસીસીએ બીસીસીઆઇને સાડા ત્રણ કરોડ રૂપિયાના ઈનામની રકમ આપી દીધી છે. 15 મહિના બાદ ભારતીય ટીમની પ્લેયરોને ઈનામની રકમ મળશે. હવે બીસીસીઆઈ આ ઈનામની રકમને ખેલાડીઓને આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. અને તેમને ખેલાડીઓને ઈનવોઈસ એકત્ર કરવા કહ્યું હતું. ક્રિકઈન્ફોના સમાચાર અનુસાર ટી-20 વર્લ્ડ કપની રનરઅપ ટીમના દરેક સભ્યોના ભાગે આશરે 19 લાખ રૂપિયા આવે છે.

  રિપોર્ટ સામે આવ્યા બાદ ખેલાડીઓને ઇનામની રકમ આપવાની તૈયારીઓ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા યુ.કે.ના ટેલિગ્રાફે ખુલાસો કર્યો હતો કે, ટીમને હજી ઇનામની રકમ મળી નથી. ક્રિકઇન્ફોના સમાચાર મુજબ, ગયા વર્ષે માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર વર્લ્ડ કપ ફાઇનલ રમ્યાના એક જ અઠવાડિયા પછી આઇસીસીએ બીસીસીઆઈને ઇનામની રકમ આપી હતી. બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે, તેમને આ વિલંબ પાછળનું કારણ ખબર નથી.

  ટી 20 વર્લ્ડ કપની ફાઇનલ બાદ કોરોનાને કારણે ભારતીય મહિલા ટીમે એક વર્ષ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હતી. બીજી તરફ, પુરુષોની ટીમે આ સમયગાળા દરમિયાન આઠ ટેસ્ટ અને 6 વનડે મેચ રમી હતી. આઇપીએલની 60 જેટલી મેચ પણ યોજાઇ હતી જ્યારે મહિલા આઈપીએલની ફક્ત 4 મેચ જ યોજાઇ હતી. ટી 20 વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટના અંત પછી એક મહિનામાં ઇનામની રકમ મળી ગઈ. તે જ સમયે, આ રકમ ઇંગ્લિશ ટીમને આપવામાં આવી હતી જે બે મહિનામાં જ પહોંચી હતી.
  Published by:kuldipsinh barot
  First published: