મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર બની ગઇ DCP પંજાબ પોલીસ

News18 Gujarati
Updated: March 1, 2018, 4:15 PM IST
મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર બની ગઇ DCP પંજાબ પોલીસ
તમામ અડચણો બાદ આખરે મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે હવે પંજાબ પોલીસમાં DCPની વર્દી પહેરી લીધી છે

તમામ અડચણો બાદ આખરે મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે હવે પંજાબ પોલીસમાં DCPની વર્દી પહેરી લીધી છે

  • Share this:
ચંદીગઢ: તમામ અડચણો બાદ આખરે મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે હવે પંજાબ પોલીસમાં DCPની વર્દી પહેરી લીધી છે. ભારતમાં મહિલા ટીમની ટી20 કેપ્ટન હરમનપ્રીતે ગુરૂવારે પંજાબ પોલીસ જોઇન કરી લીધી છે. હરમનપ્રીતની આ વર્દી પર સ્ટાર્સ ખુદ પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે લગાવ્યા છે.

ગત વર્ષે મહિલા વર્લ્ડ કપમાં તેની ધુંઆધાર બેટિંગ બાદ ચર્ચામાં આવેલી હરમનપ્રીત ગત ત્રણ વર્ષથી ઇન્ડિયન રેલવેમાં નોકરી કરી રહી છે. વર્લ્ડ કપમાં તેનાં શાનદાર પ્રદર્શન બાદ પંજાબ સરકારે તેને DCPની નોકરી ઓફર કરી હતી. પણ રેલ્વેએ સર્વિસ કોન્ટ્રાક્ટ પૂર્ણ ન કરવા પર તેની પાસે 27 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

હરમનપ્રીત કૌરની આ સમસ્યા જોતા પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતે રેલમંત્રી પીયૂષ ગોયલ સાથે વાત કરીને નિયમોમાં છૂટ આપવાની ભલામણ કરી હતી. જે બાદ રેલ્વેએ તેને પદ મુક્ત કરી હતી.

એક સમય હતો જ્યારે હરમનપ્રીતને પંજાબ પોલીસની નોકરી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જે બાદ તેને રેલ્વેની નોકરી કરી હતી. મહિલા વર્લ્ડ કપમાં હરમનપ્રીતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર 171 રનની પારી રમી હતી. અને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી હતી.
First published: March 1, 2018, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading