Home /News /sport /

CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહોંચી ફાઇનલમાં, સિલ્વર મેડલ પાક્કો

CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહોંચી ફાઇનલમાં, સિલ્વર મેડલ પાક્કો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહોંચી ફાઇનલમાં (AP)

CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઇ છે. સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડને 4 રનથી હરાવીને પદક પાક્કો કરી લીધો છે

    દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women cricket team) કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઇ છે. સેમીફાઇનલ (semi-final)માં યજમાન ઇંગ્લેન્ડને 4 રનથી હરાવીને પદક પાક્કો કરી લીધો છે. ફાઇનલમાં પહોંચવાની સાથે ભારત માટે સિલ્વર મેડલ (silver medal) તો નિશ્ચિત થઇ ગયો છે. હવે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી જે ટીમ બીજી સેમી ફાઇનલ મેચ જીતશે તેની સાથે ભારત ફાઇનલમાં ટકરાશે.

    ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 160 રન બનાવી શકી હતી અને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.

    ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો, સ્મૃતિ મંધાનાએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 61 રનની પારી રમી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્સે છેલ્લી ઓવરોમાં સારા શોટ્સ રમી ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. તેણે 44 રનની તોફાની પારી રમી હતી. દીપ્તિ શર્મા 22 રન બનાવીને આઉટ થઇ હતી.

    આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2022 : પહેલવાનોએ લહેરાવ્યો તિરંગો, ભારતે એક દિવસમાં મેળવ્યા આટલા ગોલ્ડ, જાણો અપડેટ

    ભારતીય ટીમની જીત પાછળ બેટિંગની સાથે-સાથે સારી ફિલ્ડીંગે પણ ભૂમિકા ભજવી હતી. ઇંગ્લેન્ડના ત્રણ બેસ્ટમેન રન આઉટ થયા હતા. ખાસ કરીને સ્નેહ રાણાની છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને જીત માટે 14 રન બનાવવાના હતા, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ 9 રન જ બનાવી શકી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: CWG, Indian Women Cricket Team, Latest News, Sports news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन