હરમનપ્રીત કૌર એન્ડ કંપનીને મળી સતત બીજી જીત, થાઈલેન્ડને 66 રને આપી માત

News18 Gujarati
Updated: June 4, 2018, 5:10 PM IST
હરમનપ્રીત કૌર એન્ડ કંપનીને મળી સતત બીજી જીત, થાઈલેન્ડને 66 રને આપી માત

  • Share this:
કેપ્ટન હરમનપ્રીત અને કૌરના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતયી મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટની બીજી મેચમાં થાઈલેન્ડને 66 રનથી માત આપી છે.

પહેલા બેટિંગ કરતાં ભારતે ચાર વિકેટ પર 132 રન બનાવ્યા હતા. જવાબમાં થાઈલેન્ડની ટીમ આઠ વિકેટ પર 66 રન જ બનાવી શકી હતી.

ભારતે છ દેશોની ટૂર્નામેન્ટમાં સતત બે જીત પછી ટોચ પર છે. ભારતે પહેલી મેચમાં મેજબાન મલેશિયાને 142 રનથી માત આપી હતી.

ભારત માટે મોના મેશરામે 45 બોલમાં 32 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે 17 બોલમાં ત્રણ ફોરની મદદથી અણનમ 27 રન ફટકાર્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ 22 બોલમાં 29 રનની ઈનિંગ રમી હતી.

હરમનપ્રીત કૌરે પોતાની ઓફ સ્પિન બોલિંગથી ત્રણ ઓવરમાં 11 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે દિપ્તિ શર્માએ પણ બે વિકેટ ઝડપી હતી. હરમનપ્રીત કૌર પ્લેયર ઓફ મેચ બની હતી.

થાઈલેન્ડ માટે નટાયા બૂચાથમે 40 બોલમાં 21 રન બનાવ્યા. ભારતીય બોલર્સ સામે થાઈ બેટ્સમેન ટકી શક્યા નહતા. ભારત હવે પછીની પોતાની ત્રીજી મેચ બાંગ્લાદેશ સામે રમશે.
First published: June 4, 2018, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading