Home /News /sport /IND vs BAN: બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાનો 227 રને ભવ્ય વિજય, ભારતની સૌથી મોટી ત્રીજી જીત

IND vs BAN: બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાનો 227 રને ભવ્ય વિજય, ભારતની સૌથી મોટી ત્રીજી જીત

ભારત 1-2થી હાર સાથે શ્રેણી સમાપ્ત કરવામાં સફળ રહ્યું. (ICC/Twitter)

India vs Bangladesh : આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. આ મેચ ચિત્તાગોંગના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

India vs Bangladesh : ભારતે બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગ વનડેમાં 227 રને જીત મેળવી હતી. મેચનો હીરો ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન રહ્યો હતો, જેણે પોતાની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારીને મેચને શરૂઆતથી જ એકતરફી બનાવી દીધી હતી. રનના માર્જિનની દૃષ્ટિએ ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયા આ જીત સાથે ક્લીન સ્વીપના ખતરામાંથી બચી ગઈ અને 1-2ની હાર સાથે ત્રણ મેચની વનડે શ્રેણી સમાપ્ત કરવામાં સફળ રહી છે.

બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઈશાન કિશને 131 બોલમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 210 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના બેટમાંથી 113 રન પણ આવ્યા હતા. ભારતની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 409 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમ 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈશાનની બેવડી સદી

શિખર ધવન આખી વનડે સિરીઝ દરમિયાન ફ્લોપ રહ્યો હતો. આજે તે માત્ર ત્રણ રનનું યોગદાન આપી શક્યો હતો. આ પછી ઈશાન કિશન અને વિરાટ કોહલીએ આગેવાની લીધી હતી. સદીની ભાગીદારી સુધી કિશન ધ્યાનથી રમતા જોવા મળ્યો હતો. આ પછી આ ડાબા હાથના બેટ્સમેને આક્રમક બેટિંગ શરૂ કરી હતી. વિરાટ માત્ર એક છેડે સ્ટ્રાઈક બદલતો રહ્યો. કિશન થોડી જ વારમાં બેવડી સદી સુધી પહોંચી ગયો. તેણે 35મી ઓવરના છેલ્લા બોલ પર બેવડી સદી ફટકારી હતી.

આ પણ વાંચો - બેવડી સદી તો મારી પણ સૌથી શાનદાર ફટકારી! દુનિયામાં કોઈ નથી કરી શક્યું એ કરી દીધું

વિરાટના બેટમાંથી 72મી સદી આવી

બીજી વિકેટ માટે વિરાટ અને કિશન વચ્ચે 290 રનની ભાગીદારી નોંધાઈ હતી. બાંગ્લાદેશ સામે વનડેમાં બીજી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. કિશનના આઉટ થયા બાદ વિરાટે વધુ રન બનાવવાની જવાબદારી લીધી હતી. તેણે તેની પોતાની વનડે કારકિર્દીની 44મી સદી અને તમામ ફોર્મેટમાં 72 સદી ફટકારી હતી. વિરાટની આ સદી 50 ઓવરના ફોર્મેટમાં ત્રણ વર્ષ પછી આવી છે.

મિડલ ઓર્ડર ફ્લોપ

ઈશાન અને વિરાટે જે રીતે બેટિંગ કરી તે જોતા ભારત આજે 500 રનનો વિશાળ લક્ષ્યાંક આપી શક્યું હોત પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા હતા. શ્રેયસ અય્યર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલ માત્ર આઠ રનનું યોગદાન આપી શક્યો હતો. વોશિંગ્ટન સુંદરે 27 બોલમાં 37 રનની ટૂંકી પરંતુ અસરકારક ઇનિંગ રમી હતી, પરંતુ બાદમાં બેટિંગ કરવા આવેલા ઓલરાઉન્ડર અક્ષર પટેલ 20 (17) અને શાર્દુલ ઠાકુર 3 (5) વધુ પ્રદર્શન કરી શક્યા ન હતા.

આ પણ વાંચો: 1 રન પર જીવનદાન મળ્યું અને પછી કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ

બાંગ્લાદેશની બેટિંગ ફ્લોપ

વિશાળ ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશનો દાવ શરૂઆતમાં જ ખોરવાઈ ગયો હતો. 50 રનની અંદર જ યજમાન દેશના બે બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. નંબર-3 પર બેટિંગ કરવા આવેલા શાકિબ અલ હસને 50 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન લિટન દાસના બેટમાંથી 29 રન આવ્યા હતા. યાસિર અલીએ 25 અને મહમુદુલ્લાહ રિયાદે 20 રનનું યોગદાન આપ્યું હતું. શાર્દુલ ઠાકુરે ત્રણ અને અક્ષર પટેલ અને ઉમરાન મલિકે બે-બે વિકેટ ઝડપી હતી.
First published:

Tags: IND Vs BAN, Ishan Kishan, Team india, Virat kohli record